• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી ઉજ્જૈન મહાકાલ તીર્થધામ શ્રી ગૌરામકથા માટે ડીસાથી સેવાભાવી હરિભક્તોનું શુભ પ્રસ્થાન*

શ્રી ઉજ્જૈન મહાકાલ તીર્થધામ શ્રી ગૌરામકથા માટે ડીસાથી સેવાભાવી હરિભક્તોનું શુભ પ્રસ્થાન
શ્રી જય જલારામ ટ્રસ્ટ અને શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા હરિદ્વાર, વૃંદાવનની ખૂબ જ સફળ ગૌકૃપા કથાઓ પછી તારીખ 19-12-2025 થી તારીખ 27-12-25 સુધી પૂજ્ય શ્રધ્ધા ગોપાલ સરસ્વતી દીદીજીના વ્યાસાસને શ્રીગૌરામકથાનું શ્રી ઉજ્જૈન મહાકાલ તીર્થધામ ખાતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ કથાની પૂર્વતૈયારી હેતુ તારીખ 18-12-2025 ગુરૂવારે બે હરિભક્તો પ્રકાશભાઈ રામપ્રસાદભાઈ ઠક્કર અને પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ મજેઠીયાએ જલારામ મંદિર ડીસા ખાતે દર્શન કરી પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ લઈ ઉજ્જૈન જવા પ્રસ્થાન કર્યું હતું.આ દિવ્ય અવસરે બેઉનું કંકુતિલક,સાલ, શ્રીફળ, ફૂલહારથી ઢોલ-શરણાઈના ઢબૂકતા નાદે અભૂતપૂર્વ સન્માન કરવામાં આવ્યું હતું.
જલારામ ભકતો સર્વ પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ, ભગવાનભાઈ બંધુ, શશીકાંતભાઈ ડી ઠક્કર, કમલેશભાઈ રાચ્છ, રમેશભાઈ કચરાણી, આનંદભાઈ પી ઠક્કર,વૈકુંઠભાઈ કારિયા, સુભાષભાઈ ઠક્કર, મનીષભાઈ ઠક્કર,કલ્પેશભાઈ -લાલાભાઈ,મહેશભાઈ ઉડેચા,દીલીપભાઇ રતાણી, રામજીભાઈ પટેલ,આર.ડી.ઠકકર, શારદાબેન આચાર્ય, શિલ્પાબેન સુભાષભાઈ ઠક્કર, પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર, જ્યોતિબેન આર ઠક્કર, શિલ્પાબેન જોષી સહિત સૌએ શાબ્દિક અભિનંદન, આશીર્વાદ તેમજ શુભેચ્છાઓ પાઠવી કથાના સફળ આયોજન માટે પૂજ્ય જલારામ બાપાને ખરા દિલથી પ્રાર્થના કરી હતી.આ શુભ અવસરે ખૂબ મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ હાજરી આપી ઢોલ-શરણાઈના નાદે નૃત્ય કરી પરમપિતા પરમાત્માનું દિવ્ય સ્મરણ કર્યું હતું.

Related posts

*રસનાળ ગ્રામ પંચાયત ખાતે તલાટી મંત્રી નો વિદાય સંભારમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *ફોટો કેપ્શન* *ઉમેદવાર પંકજ રાણસરીયાએ કર્યુ મતદાન* 

Hello Morbi

*મોરબીમાં લેન્ડ ગ્રેબિંગ કાયદાના પરિપત્રનો અમલ ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે થશે!?*

Hello Morbi

Leave a Comment