• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ કોલેજ-મોરબી મુકામે નવા ફોજદારી કાયદા અંગે પોલીસ અધિકારીશ્રીઓ તથા નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમી સેમિનાર યોજાયો*

નવયુગ ગ્રુપ ઓફ કોલેજ-મોરબી મુકામે નવા ફોજદારી કાયદા અંગે પોલીસ અધિકારીશ્રીઓ તથા નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમી સેમિનાર યોજાયો.

આગામી સમયમાં અમલમાં આવના૨ા નવા ફોજદા૨ી કાયદા જેવા કે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે આજ રોજ તા.28-06-2024 ના રોજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજ – મોરબી મુકામે તાલીમી સેમિનારનું આયોજન ક૨વામાં આવેલ હતું. જેમાં મોરબી જિલ્લાના મુખ્ય પોલીસ અધિકારીશ્રીઓ, DySP શ્રી ઝાલા સાહેબ, DySP શ્રી સારડા સાહેબ, PI શ્રીઓ, PSI શ્રીઓ, ASI શ્રીઓ તથા અન્ય પોલીસ કર્મીઓ તેમજ નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેલા હતા.

આ પ્રસંગે તાલીમી સેમિનારના મુખ્ય સ્વપ્ન દ્રષ્ટા નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલશ્રી ડો.સંઘવી સાહેબ, ડો.જયવીર પંડયા સાહેબ અને ડો.પરેશ ડોબ૨ીયા સાહેબે સાંપ્રત સમયની જરૂરીયાત અને સ૨કારશ્રીના અભિગમથી નવા ફોજદારી કાયદામાં આવનાર ફેરફાર અંગે સેકશન વાઈઝ દરેક કાયદાની વિસ્તૃત છણાવટ સાથે સમજણ આપેલી હતી. “આત્મ નિર્ભર ભારત”ના અભિગમ મારફત થનાર ફાયદા તેમજ ન્યાયક્ષેત્રે આવનાર ડીજીટેલાઈઝેશન, ઝડપી ન્યાય અને સાર્વભૌમત્વની સુરક્ષા અંગે રસપ્રદ સમજણ આ તાલીમ સેમિનારમાં આપેલ હતી.

Related posts

*જુલતો પુલ તૂટવાની સર્જાયેલી દુર્ઘટનાના પગલે વહીવટી તંત્ર દ્વારા લોકોને ભીડ ન કરવા અને સહયોગ આપવા નમ્ર વિનંતી કરવામાં આવી છે*

Hello Morbi

*મોરબી જિલ્લામાં પૂર્વમંજુરી મેળવ્યા સિવાય ચાર કરતા વધારે વ્યક્તિઓને એકત્રીત ન થવા તથા સભાસરઘસ ન કાઢવા હુકમ*

Hello Morbi

*શ્રી હડિયાણા કન્યા શાળાને હેન્ડ સેનિટાઇઝર સ્ટેન્ડનું દાન*

Hello Morbi

Leave a Comment