• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાષ્ટ્રીય ગણિત દિવસ અંતર્ગત* *જિલ્લા કક્ષાનો ગણિત મહોત્સવ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા..

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર દ્વારા બાળકો રાષ્ટ્રીય ગણિત દિવસનું મહત્વ સમજે, ગણિતની મુશ્કેલ સંકલ્પનાને પ્રવૃત્તિ, રમતો, મોડેલો તેમજ પઝલો દ્વારા સરળતાથી સમજતા થાય તેવા આશયથી “જિલ્લાકક્ષાના ગણિત મહોત્સવ”નું આયોજન કરવામાં આવેલ. જેમાં કાર્યક્રમનું ઉદઘાટન સામેલ શિક્ષકો-વિદ્યાર્થીઓના હસ્તે કરેલ. ગણિત મહોત્સવનું ચાર વિભાગોમાં આયોજન કરેલ. પહેલો વિભાગ જેમાં ગણિત પ્રદર્શનમાં ૫૦ જેટલા ગણિત વર્કિંગ મોડેલ્સ નિદર્શન માટે રાખેલ, બીજા વિભાગમાં બાળકોને ગણિત પ્રવૃતીમયી રીતે કરાવવાના આશયથી ગણિત કાર્યશાળા યોજેલ, ત્રીજા વિભાગમાં ગણિત રમત સ્પર્ધા તેમજ ચોથા વિભાગમાં ગણિત પઝલ્સ સ્પર્ધાનું આયોજન કરેલ. સમગ્ર મહોત્સવમાં ૨૦૦ જેટલા સ્પર્ધકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ગણિત મહોત્સવનો લાભ લીધેલ. સામેલ થનાર તમામને પ્રમાણપત્ર અને દરેક સ્પર્ધાના પ્રથમને ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગોહિલ સાહેબ તેમજ સંસ્થાના સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરિયા દ્વારા શિલ્ડ વડે સન્માનિત કરવામાં આવેલ. સામેલ તમામને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા. “જિલ્લાકક્ષાના ગણિત મહોત્સવ”નાં સમગ્ર કાર્યક્રમનુ સંચાલન વિજ્ઞાનકેન્દ્રનાં પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉ.સંજય પંડ્યા દ્વારા કરવામાં આવેલ…..

 

Related posts

*HELLO MORBI:અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત દરેક મંદિરોમાં, ભાગવત સપ્તાહો, કથાઓ, તેમજ હિન્દુ પરિવારના ઘરે ઘરે પણ પૂજિત અક્ષત કળશની પધરામણી કરવામાં આવશે : શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર સંપર્ક અભિયાન*

editor

No work for workers: Tough times as sports shutdown due to COVID-19 pandemic

Admin

*HELLO MORBI:મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ-૬ ઇસમોને*

editor

Leave a Comment