• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લીલાપર પ્રાથમિક શાળાને પ્રજ્ઞા વર્ગ માટે ડીઝીટલ ટાઈલ્સ ની ભેટ આપી વકીલ ના પુત્રના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી.*

મોરબી તાલુકાના મચ્છુ કાંઠે આવેલ લીલાપર ગામના રહીશ, સંજયભાઈ ચતુરભાઈ રાજપરા, કે જેઓએ આજથી ૩૭ વર્ષ પહેલા જે લીલાપર પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવેલ અને હાલ તેઓ વકીલાત નો વ્યવસાય કરે છે. અને રેવન્યુ વકિલ મંડળ, મોરબીના પ્રમુખ તરીકે સેવા આપે છે. અને પતંજલિ યોગ સમિતિના જિલ્લા યુવા પ્રભારી તરીકે દાયિત્વ નિભાવે છે. તેઓએ ૧ લી જાન્યુઆરીએ પોતાના પુત્ર ‘શિવ’ ના જન્મદિવસે લીલાપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભાર વગરના ભણતર માં ઉપયોગી થાય તેવી પ્રજ્ઞા વર્ગ માટે ડીઝીટલ ટાઈલ્સ ની શાળા ને ભેટ આપી હતી. જેથી બાળકો સરળતાથી અભ્યાસ કરી શકે. આ તકે તેમણે બાળકોને યોગ અને આરોગ્ય ની ટિપ્સ આપી હતી. અને શાળાની મુલાકાત દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે શાળાના તમામ શિક્ષકો નિર્વ્યસની છે. અને આ શાળામાં જો કોઈ પાન-માવા ખાઈને પ્રવેશે તો તેમને દંડ કરવામાં આવે છે. જે એક સરાહનીય બાબત છે. આ કાર્યક્રમ દરમ્યાન, સંજયભાઈ (વકિલ) તેમના ધર્મપત્ની દુર્ગાબેન, પુત્રી ચેલ્સી, શિવ ના દાદા ચતુરભાઈ તથા દાદી પ્રેમલતાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ તકે લીલાપર શાળા પરિવાર વતી આચાર્યશ્રી, નિલેશભાઈ પારજીયા એ ” શ્રી ભગવદ ગીતા ” ગ્રંથ ની ભેટ આપેલ. અને શિક્ષકશ્રી, સુરેશભાઈ ભટ્ટ, મગનભાઈ અંબાણી, રોહિતભાઈ રાબડીયા, અમિતભાઈ, રમીલાબેન મોસત, વર્ષાબેન કાસુન્દ્રા, વીણાબેન દેસાઈ, ભાવનાબેન પટેલ, વિલાસબેન શેરસીયા, એ ” શિવ ” ના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીના ભડીયાદ ગામ પાસેથી એક ઇસમને દેશી હાથ બનાવટની બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન અને સંકલન બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં યોજાયું શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન*

editor

Leave a Comment