
ટંકારા પાંજરાપોળ દ્વારા 150 વર્ષથી કરાતી અબોલ જીવોની સેવા. ૨૫૦થી વધુ અબોલ જીવોનો થતો નિભાવ કરવામાં આવે છે
ટંકારા પાંજરાપોળ 150 વર્ષ જૂની વેપારી મહાજન સંચાલિત સંસ્થા છે. ગાંધી પરિવારના ચોથી પેઢીના વારસદારો હાલમાં અબોલ જીવોની સેવા તથા સંચાલન કરે છે. ટંકારા પાંજરાપોળમાં હાલમાં ૨૫૦ જેટલા અબોલ જીવો ગાયો -ગૌવંશ ઘેટાં બકરા વગેરેનો નિભાવ થાય છે. પાંજરાપોળનું સંચાલન પંદર યુવાનોની સેવાભાવી ટીમ દ્વારા કરાય છે. પાંજરાપોળની સફાઇ, ચારો ઉતારવો , ચારો આપવો , ગોબર ને ટ્રેક્ટર માં ભરી દૂર કરવું વિગેરે કાર્યો યુવાનો જાત મહેનતથી કરે છે. બીમાર તથા ઘાયલ જીવોની સેવા સારવાર કરવામાં આવે છે. પાંજરાપોળના યુવાનો દ્વારા અબોલ જીવોને સારવાર , સામાન્ય પાટા પીંડી જેવાં ઓપરેશન જાત મહેનતે કરાય છે. ટંકારાના સરકારી વેટનરી ડોક્ટરો દ્વારા મદદ તથા માર્ગદર્શન મળે છે. ટંકારા પાંજરાપોળ પાસે કોઈ જમીન, વાડી નથી. કાયમી આવક નથી. ફક્ત દાતાઓના સહાયથી દોઢસો વર્ષથી આ સંસ્થા નભે છે અબોલ જીવોને લીલો, સુકો, ઘાસચારો કડબ, જુવાર મકાઈ વિગેરે ખવડાવવામાં આવે છે .
પાંજરાપોળ માં દૂધ આપતી ગાયો નથી દૂધના વેચાણ ની કોઈ આવક નથી સંચાલક રમેશભાઇ ગાંધીએ સરકાર દ્વારા અપાતી સહાય માટે આભાર માનેલ છે તેમણે જણાવ્યું છેે કેગુજરાત સરકાર દ્વારા કુદરતના કપરા સમયે પાંજરાપોળ તથા ગૌશાળા અને આર્થિક સહાય કરાય છે તે સરાહનીય છે પરંતુ અબોલ જીવો ના ગાયોના નિભાવ માટે કાયમી સહાય આપવામાં આવે તો આશીર્વાદરૂપ બનશે અને સેંકડો અબોલ જીવોને બચાવી શકાશે રમેશભાઈ રમેશભાઈ ગાંધી પાંજરાપોળ ની મુલાકાત લઈ સંસ્થાની કામગીરી નીહાળવા અપીલ કરેલ છે. છેલ્લા ત્રણ વરસથી સંસ્થા આર્થિક સંક્રમણ અનુભવે છે. દાનની આવક માં ધટાડો થયેલ છે. મકર સંક્રાંતિ ના પાવન પર્વે, ઉદ્યોગપતિઓ પોલિપેક જીનર્સ, ખેડૂતો વેપારીઓ નોકરિયાતો તથા નાનામાં નાના માણસો , જીવ દયા પ્રેમીઓ ને અબોલ જીવોના નિભાવ માટે પોતાનો આર્થિક સહયોગ આપે તે માટે અપીલ કરેલ છે .સહાય ની રકમ ચેક ડ્રાફ્ટ તથા online બેંક ખાતામાં આપી શકાશે. વધુ માહિતી માટે મોબાઇલ નંબર 98795 87578 ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.
