• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉનાના કેસરીયા ગામે હાઇવે ઓથોરિટી દ્વારા કરેલ ડીમોલેસન નું નુકશાન ગ્રસ્તોને વળતર ચૂકવવા માંગ*

રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર

*અસરગ્રસ્તો દ્વારા નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી.*

 

સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે ને ફોરટ્રેક બનાવવા માટે ઉના તાલુકાના કેશરીયા ગામે 2017-18 નાં વર્ષમાં હાઇવે ને ફોરટ્રેક બનાવવા માટે કેશરીયા ગામનાં 104 આસામીઓના દુકાનો, મકાનો તેમજ પાકા કુવા નું ડિમોલેશન કરી તોડી પાડવામાં આવેલ અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જે-તે સમયે અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવાની બાંહેધરી આપવામાં આવી હતી તેમ છતાં આ બાબત ને ચાર- ચાર વર્ષ જેટલો સમય વિતવા છતાં પણ અસરગ્રસ્તો માંથી અમુક ગણ્યા ગાંઠ્યા લોકોને જ સામાન્ય વળતર ચૂકવવામાં આવ્યું છે અને મોટા ભાગના અસરગ્રસ્તોને ફુટી કોડીનું પણ નુકસાનનું વળતર ચૂકવવામાં આવેલ નથી. જેથી આ બાબતે નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા માટે અસરગ્રસ્તો તેમજ ગામનાં આગેવાનો દ્વારા નાયબ કલેક્ટર મારફતે ઉરચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

ડિમોલેસન થયેલ મિલ્કતોની વાસ્તવિક બજાર કિમત સત્વરે ચૂકવવામાં આવે તેવી અસરગ્રસ્તો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

આ બાબતે તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, સરપંચ ના પ્રતિનિધિ બચુભાઈ શિંગડ,બિજલભાઇ,નરસીભાઇ શિંગડ તેમજ અસરગ્રસ્ત લોકો અને ગામનાં આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારી હતી કે આગામી 15 દિવસમાં યોગ્ય નિરાકરણ કરવામાં આવશે નહીં તો હાઇવે ઓથોરિટી સામે આશ્ચર્ય જનક કાર્યક્રમો કરવામાં આવશે.

 

Related posts

*લગન માત્ર 100 લોકોની હાજરીમાં અને આ નિયમોની સાથે યોજી શકાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી કાંતિભાઈ અમૃતિયાએ નવા મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બાદ ઓફિસનો ચાર્જ પણ સંભાળી લીધો છે*

editor

*નાના બાળકો ને થતા કોરોના અંગે જરૂરી સુચનો આપતા મોરબી ના બાળરોગ નિષ્ણાંત તબિબ ડો. મનિષ સનારીયા*

Hello Morbi

Leave a Comment