• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*એમ.આઈ.એમ.આઈ.એમ.પાર્ટીની માંગરોળ ખાતેની ઓફીસે જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લા ના ખલીફા સમાજ ના આગેવાનો આભાર વ્યકત કરવા પહોંચ્યા.*

મળતી માહિતી મુજબ થોડા મહિના અગાઉ જુનાગઢ જીલ્લાના કેશોદ શહેરની ખલીફા સમાજની એક સગીરા દિકરીનુ અપહરણ થયાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ.પોલીસની સઘન તપાસ પછી પણ અપહરણકર્તા નરાધમને પકડવામાં સફળ ના થતાં એ.આઈ.એમ.આઈ.એમ. જુનાગઢ જિલ્લાના પ્રમુખ સુલેમાન પટેલને દિકરીના પરિવાર દ્વારા સહકાર આપવા રજુઆત કરેલ જેના અનુસંધાને સુલેમાનભાઈ પટેલે ગુજરાત રાજ્યના એ.આઈ.એમ.આઈ.એમ.ના પ્રમુખ સાબીલભાઈ કાબલીવાલાને જાણ કરી તેમના આદેશ અનુસાર કેશોદ થી લઈ ગાંધીનગર પોલીસ સુધી આ દિકરી નીશોધખોળ કરી અપહરણકર્તા આરોપીને પકડી પાડવા પાર્ટી દ્વારા લેખિત તથા મૌખિક ધારદાર રજુઆતો કરવામા આવેલ હતી અને અંતે અમદાવાદ એ.આઈ.એમ.આઈ.એમ.ના શહેર પ્રમુખ એડવોકેટ સમશાદભાઈ પઠાણ અને અમદાવાદની મીમ પાર્ટીની ટીમ તથા સુલેમાનભાઈ પટેલે મળીને ગાંધીનગર જઈ ડી.જી.પી.ગુજરાત ને રુબરુ આવેદનપત્ર આપીને રજુઆત કરતાં પોલીસ હરકતમા આવેલ અને તે પછી સાત દિવસમાં જ અપહરણકર્તા નરાધમને ઉત્તર પ્રદેશ થી સગીરા દિકરી સાથે ઝડપી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામા આવેલ અને સગીરાને તેના માતા પિતાને સોંપવામાં આવેલ અને આરોપીને જેલહવાલે કરવામા આવેલ.

ભોગ બનેલ સગીરા દિકરી ખલીફા સમાજની હોવાથી અને આ કેસમા એ.આઈ. એમ.આઈ. ની મહેનત ને સફળતા મળતાં આજરોજ જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લા ના ખલીફા સમાજના આગેવાનો સાથે મળી માંગરોળ ખાતે આવેલ એ.આઈ .એમ. આઈ. એમ.પાર્ટીની ઓફીસે જઈ પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલ તેમજ એ.આઈ .એમ.આઈ એમ.ની સમગ્ર ટીમનો આભાર વ્યકત કર્યો હતો. આ સમયે સુલેમાનભાઈ પટેલ તેમજ પાર્ટીના તાલુકા મંત્રી અસગર મીયાં બાપુ સૈયદ નું સન્માન કરી આભાર માન્યો હતો.

ખલીફા સમાજ ના આગેવાનો મા ગીર સોમનાથ જિલ્લા ના ખલીફા સમાજના પ્રમુખ ઈકબાલભાઈ રાનીયા, વેરાવળ ડારીના મૌલાના સાહેબ,લાડુડી ગામના હસનભાઈ મકવાણા,માંગરોળ ખલીફા સમાજ ના આગેવાન હાજી સીદીભાઈ પટેલ,હામીદભાઈ,રહીમભાઈ,રજાકભાઈ,સાજીદભાઈ,ફીરોઝભાઈ તથા મીમ પાર્ટીના સંગઠન સહાયક રૂસ્તમબાઈ વાઢેર વગેરે હાજર રહયા હતા અને એ.આઈ.એ.આઈ.એમ.પાર્ટીના તમામ હોદ્દેદારોનો હ્રદય પૂર્વક આભાર માની હારતોરા કર્યા હતા તેમજ શાલ નાખી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે એ.આઈ. એમ.આઈ એમ. પાર્ટીના પ્રદેશ મહામંત્રી તથા જુનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલે પોતાની ટીમને મળેલી સફળતા બાબતે ખુદાનો એહસાન અને મદદ ગણાવીને ખુદાનો શુકર અદા કર્યો હતો.

Related posts

*મોરબી જિલ્લા માં કોરોના ના કેસો માં સતત વધારો નોંધાય રહેલ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જીલ્લા માં કુલ 6 ધનવંતરી રથ કાર્યરત કરેલ છે*

Hello Morbi

*રાજકોટમાં ટ્રોમા સેન્ટર મા ઇમર્જન્સી દર્દીઓમાં ને હાલાકી ફરજ પરના કર્મચારીઓ માનવતા મૂકી તોછડું વર્તન કરવા લાગ્યા!?*

Hello Morbi

*પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત વધુ એક પાટીદાર સમાજ ના ઘડિયા લગ્ન*

Hello Morbi

Leave a Comment