• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શાપુરજી પાલોનજી કંપની સીમર પોર્ટ પ્રા.લી. દૂારા ખેડુત ખાતેદારો સાથે થયેલ છંતરપીડીની તપાસ થવા અને ખેડુત ખાતેદારોને ન્યાય આપવા બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

આજ રોજ છારા–સરખડી–કાજ ગામે શાપુરજી પાલોનજી, સીમર પોર્ટ દ્વારા ઔદ્યોગિક હેતુ માટે ખેડુત ખાતેદારો પાસેથી જમીન ખરીદ કરેલ છે. જેના બદલામાં ખેડુત ખાતેદારોને જમીનના કાયમી આર્થિક ટેકા રૂપે તેમના ખેતીના ખાતા દીઠ અથવા ૫ (પાંચ) વીધાના ક્ષેત્રફળના આધારે તેમના પરીવારમાંથી ૧ (એક) વ્યકિતને યોગ્યતા/પાત્રતા ધરાવતાને તેમની યોગ્યતા/પાત્રતાના આધારે કંપનીમાં નોકરી આપવામાં આવશે તે બાબતની શાપુરજી પાલોનજી કંપની, સીમર પોર્ટ કંપની વતી બાંહેધરી પત્ર આપવામાં આવેલ છે. પરંતુ કંપની દ્વારા ખેડુતોને કોઈપણ જાતની આર્થિક ટેકા સ્વરૂપે નોકરી આપેલ નથી અને ખોટા લેટર પેડ ઉપર સહી/સિકકા કરી કંપની ખેડુત ખાતેદારો સાથે છેતરપીડી કરવામાં આવી હતી

હાલમાં એલએનજી ટેન્કનુ કામ ચાલુ હોય તેમજ જેટીનુ પણ કામ ચાલુ છે જેમા બહાર ગામથી પરપ્રાંતિયા મજુરો લાવી કંપની દ્રારા બહાર ગામના નાના–મોટા કોન્ટ્રાકટરોને કામ આપી સસ્થાનિક લોકો સાથે છેતરપીંડી આચરેલ છે. સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારની રોજગારી આપવામાં આવેલ નથી કે ગામમાં કોઈ જ વિકાસના કામો કરવામાં આવેલ નથી

છારા–સરખડી ગામે અનેક જમીન સાંથણીની હોય સદરહું જમીન પોતાનુ ગુજરાન ચલાવવા માટે આપવામાં આવેલ હોય છે. છતાં કંપની દ્વારા એનકેન પ્રકારે જમીનો પડાવી લીધેલશાપુરજી પાલોનજી કંપની, સીમર પોર્ટ કંપની દ્વારા જે તે વખતે ખેડુત ખાતેદારોને લોભ, લાલચ આપી ખોટા વચનો આપી કંપનીથી રોજગારી આપીશુ તેવુ કહી ખેડુત ખાતેદારો પાસેથી ફળદ્રુપ અને ઉપજાવ જમીન પડાવી લીધેલ છે. હાલના તબકકે ખેડુત ખાતેદારો પોતાની ખેતીની જમીન વેચાણ કરી આપ્યા બાદ બેરોજગાર બનેલ છે. અને પોતાનુ તથા પરીવારનુ જીવન નિર્વાહ કરવા માટે પાંગળો અને લાલચ બની ગયેલ છે.

જો આવી જ રીતે કંપની દ્વારા બહાર ગામની મજુરો મંગાવી પ્રોજેકટ ઉભી કરી લેશે તો ભવિષ્યમાં આ વિસ્તારના તમામ ખેડુત ખાતેદારો ભુખે મરશે અને નાઈલાજે પોતાનુ વતન છોડી અન્ય જગ્યા પર સ્થાંળતર કરવાની કડવી ફરજ પડશે અને બેરોજગારીમાં ખેડુતો ખાતેદારોએ પોતાનુ જીવ પણ ગુમાવવાનો વારો આવશે.

તે માટે મામલતદારશ્રી સાહેબશ્રીને અરજ કરવામાં આવી હતી , સને.૨૦૦૮ થી અત્યાર સુધી કંપની દ્વ્રારા ખેડુત ખાતેદારોને કોઈ જ પ્રકારની રોજગારી આપેલ ન હોય આ અંગે આપની કક્ષાએથી તપાસ કરી ન ન્યાયિક તપાસ થવા અને ખેડુત ખાતેદારોને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી

 

Related posts

*HELLO MORBI:ટંકારા બાલકૃષ્ણ લાલજીની હવેલી ખાતે શ્રી વલ્લભપ્રભુજીના પ્રાગટ્યોત્સવ મનોરથનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી*

editor

*મોરબી જલારામ મંદિર નો પંચદશમ્ પાટોત્સવ આગામી ગુરૂવારે પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી પત્રકારત્વ જગતના ઇતિહાસમાં સત્તાના દુરુપયોગની શરમજનક ઘટના મામલે*

editor

Leave a Comment