• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી ઘાંટવડ કન્યા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

શિક્ષણથી કોઈ બાળક વંચિત ના રહી જાય અને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એવા ઉમદા હેતુ માટે સરકારશ્રી દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ વર્ષ 2022 – 2023 માટેનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળાના પરિસરમાં જિલ્લા કક્ષાના અધિકારી શ્રી નિર્મલસિંહ ગોહિલ (જિલ્લા રજિસ્ટ્રારશ્રી ,સહકારી મંડળીઓ વેરાવળ) ના અધ્યક્ષ પદે રૂટ લાઇઝન અધિકારી શ્રી સિંહલભાઈ ડોડીયા સાહેબ અને સી.આર.સી કો.ઓ. શ્રી બાબુભાઈ ચુડાસમા ,પે.સે. આચાર્યશ્રી તેમજ એસ.એમ સી.અધ્યક્ષ સુરેશભાઈ,તેમજ એસ.એમ.સી.સભ્યો ,સરપંચશ્રીઅબ્દુલભાઈ,ઉપ સરપંચશ્રી નટુભાઈ ,માજી સરપંચ વાલજીભાઈ વાઢેળ તેમજ ગામના અગ્રણીઓ ભરતભાઈ ઝાલા,લખમણભાઈ ચુડાસમા,તેમજ નીડર પત્રકારશ્રી શબીરભાઈ સેલોત તેમજ દિલીપભાઈ બાંભણિયા તેમજ ગામના વાલીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં ધોરણ 1 માં નવા પ્રવેશ પામતા બાળકોને જિલ્લા અધિકારીશ્રી નિર્મલસિંહ ગોહિલ સાહેબ દ્વારા શાળા કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો.તેમજ પર્યાવરણની જાળવણી થાય અને વૃક્ષોનું વાવેતર વધે એ ઉદ્દેશ્ય સાથે શાળામાં જિલ્લા અધિકારીશ્રી અને ઉપસ્થિત અધિકારીઓ અને વડીલો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.શાળામાં ગત વર્ષે 3 થી 8 માં પ્રથમ આવનાર બાળકોને શિલ્ડ અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં તેમજ ગતવર્ષે શાળામાં બનાવેલી જુદી જુદી સમિતિઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સમિતિઓને પણ સન્માનિત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી અશોકભાઈ પરમારના માર્ગદર્શન મુજબ શાળાની વિદ્યાર્થિની બહેનો વાઢેળ જાનવી બેન તેમજ બાબરીયા રિધમ અને બાબરીયા દિશાબેન દ્વાર કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય અશોકભાઈ પરમારના માર્ગદર્શન મુજબ શાળા શિક્ષકો વિપુલભાઈ દીક્ષિત,વાઢેર મનુભાઈ, વાઢેળ રાજેશભાઈ,વાઘેલા પ્રકાશભાઈ, માનસિંગભાઈ જાદવ,તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી અને આજના આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને સફળ બનાવ્યો હતો.

Related posts

*HELLO MORBI: શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં ઉતરાયણ મહોત્સવ યોજાયો*

editor

*HELLO MORBI:દરિયા કાંઠાનું કલ્પવૃક્ષ કરશે કિનારાના વિસ્તારની કાયાકલ્પ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદ તેમજ જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા*

editor

Leave a Comment