• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી અને માળિયા તાલુકામાં વરસાદના પાણીના નિકાલ માટે વેણો ઊંડી અને પહોળી કરી તળાવ ભરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરતા કે ડી બાવરવા*

પ્રતિ, તા. ૦૮/૦૭/૨૦૨૨.

મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ સાહેબ

ગુજરાત રાજ્ય

નવા સચિવાલય

ગાંધીનગર

 

વિષય – મોરબી અને માળિયા તાલુકા માં વરસાદ ના પાણી ના નિકાલ માટેની વહેણો ને ઉડી તેમજ પહોળી કરીને તળાવો ભરવા તેમજ પાણી સંગ્રહ કરવા યોગ્ય કરવા વિનતી.

 

મહેરબાન સાહેબ શ્રી.

 

જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જાણવાનું કે વરસાદ ની સીઝન ચાલે છે સરકાર પોતે પાણી બાબતે ચિંતિત હોય તેવો દેખાવ કરે છે. અને લોકોને સ્વ ઉપયોગી માટે કે ઔધ્યોગિક ઉપયોગ માટે ના બોર કરવા માટે પણ N.O.C ફરજીયાત કરેલ છે. તેમજ રૂ. ૧૦,૦૦૦/- ની ફી પણ નક્કી કરેલ છે.

 

પરંતુ વરસાદ ના દરિયા માં વહી જતા પાણી માટે સરકાર લગીરે ચિંતિત હોય તેવું જણાતું નથી કારણ કે હાલ માં વરસાદ વરસતા વરસાદનું પાણી જે પણ નદી, વોકળા, વહેણો માં થઇ ને દરિયા માં વહી જય છે. તે પાણી ને રોકવા અને તેને યોગ્ય જગ્યા એ વળી ને સંગ્રહ કરવા માટે સરકાર કાંઈજ કરતી નથી.

 

મોરબી જીલ્લા માં અને એ માટે ખાસ કરી ને મોરબી તાલુકો અને માળિયા તાલુકા માં ઘણા ગામ તળાવો તેમજ સીમ તળાવો આવેલ છે. આ તળાવો માં પાણી લાવતી વહેણો ની યોગ્ય સાર સંભાળ ના અભાવે તેમાં પાણી વહી શકે તેવું રહ્યું નથી તેમજ અમુક ગામો ને જોડતા રસ્તા ઓ તેમજ સીમ રસ્તા ઓ મારફતે પણ પાણી ચાલતું હોય છે. આ રસ્તા ઓ તેમજ વહેણો માં દબાણ થવાથી તેમજ માટી નું પુરાણ થવાથી સાંકડા થઇ ગયેલ છે. જેને પહોળા અને સરખા કરવા અમારી માંગણી છે.

 

આ ઉપરાંત ગામ તળાવો તેમજ સીમ તળાવો ને સુઝલામ સુફલામ જેવા સારા નામે ભ્રષ્ટાચાર કરવાનું માધ્યમ બનાવવામાં આવેલ હોય તેવું જણાય છે. આગાઉ આ તળાવો ઊંડા કરવાના કામ માં થયેલ ભ્રષ્ટાચાર નું એક મોટું કૌભાંડ બહાર આવેલ અને તેમાં મોટા માથા ઓની સંડોવણી ઓ પણ બહાર આવેલ અને એક ધારાસભ્યને આ બાબતે જેલવાસ પણ ભોગવવો પડેલ હતો. આજે આ પ્રકરણ ઉપર ઢાંક પછેડો કરી દેવામાં આવેલ છે. એટલે જે કામો થવા જોઈએ તે થતા નથી તેવું લોકો કહી રહ્યા છે.

 

તો અમારી માંગણી છે. કે જો સરકાર ને પાણી બચાવવા ની ચિંતા હોય તો આ બધા જ તળાવો ને ખરેખર ઊંડા કરી અને તેના પાળા ઓની મજબૂતી કરવામાં આવે. જરૂરી વેસ્ટ વિયર પણ બનાવવામાં આવે તેમજ આ તળાવો ભરવા માટે વોકળા, વહેણો ના પાણી જે દરિયા માં જ વહી જાય છે. તેને યોગ્ય જગ્યા એ વાળવામાં આવે અને તળાવો સુધી લઇ જવા માં આવે તેવું આયોજન કરવું જરૂરી છે. તો આ બાબતે યોગ્ય કરવા વિનતી..

 

આવું કરવું ખુબજ સરળ અને ખુબજ ઓછા ખર્ચે અને જમીન સંપાદન ની ઝંઝટ વગર થઇ શકે તેમ છે. આ માટે જો મોરબી ની નાની વાવડી તેમજ તેના ઉપરના ગામોનું પાણી જેપુર, ખાખરાળા , બરવાળા, લુટાવદર, પીપળીયા, ચચાવદરડા,, તરઘરી, મોટા દહીસરા, લક્ષ્મીવાસ અને ત્યાંથી વવાણિયા પાસે દરિયા માં ભળી જાય છે. બીજું એક પાણી ગોરખીજડિયા, વનાળીયા , જેપુર, ખાખરાળા, ખેવારીયા, મહેંન્દ્ર ગઢ, સરવડ, મોટા ભેલા, ભાવપર, થઇ ને દરિયા માં ભળી જય છે. આમાં આવતા ઘણા વોકળા અને વહેણો મારફત આ પાણી આવે છે. જેમાં વચ્ચે ઘણા તળાવો આવે છે.

 

જો આ યોજના બાબતે ગંભીરતા થી વિચારવામાં આવે અને આ પાણી ને જમીન પરજ રોકવામાં આવે તો આ વિસ્તરના પશુ ઓને પીવાનું પાણી, તેમજ અમુક ખેડૂતો ને સિંચાઈ નાં પાણી નો લાભ મળી શકે તેમ છે.

 

સરકારે પાસે વિસ્તાર ના ગામો ને સિંચાઈ સુવિધા આપવા માટે ની માંગણી તો ઉભી જ છે. ઘણા નેતા ઓ દ્વારા પેટા ચુંટણી સમયે પાણી આપવા ના વચનો પણ આપવામાં આવેલ છે, તો તે પાણી તો આપવું જ જોઈએ તેવી અમારી માંગણી છે. પરંતુ વરસાદ નું પાણી જે દરિયા માં જતું રહે છે. તેને રોકી ને પણ શક્ય બધી જ સુવિધા પણ ઉભી કરવી જોઈએ અને તો જ અમો માનીશું કે સરકાર ને પાણી બચાવવાની ખરેખર ચિંતા છે.

 

તો આ બાબતે વહેલા સર યોગ્ય કરવા વિનતી.

આપના સ્નેહાધીન

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

નકલ સાદર રવાના :-

(૧) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

 

(૨) પ્રતિ મંત્રી શ્રી બ્રિજેશ ભાઈ મેરજા સાહેબ . શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નવા સચિવાલય ગાંધીનગર તરફ જાણ તેમજ ખરેખર કામ થાય તે માટે યોગ્ય આદેશો કરવા વિનંતી સહ.

(૩) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

(૪) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી, જિલ્લા તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*HELLO MORBI:હળવદ પો.સ્ટે.ના ખનીજ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી*

editor

*આઇ.સી.ડી.એસ. ઘટક જોડીયામાં પોષણ અભિયાન અંતર્ગત જીલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટમાંથી EPD ( એનર્જી પ્રોટીન ડાયટ) ફુડ વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

PFIZER ની CORONAVIRUS VACCINE 95% અસરકારક, ઉપયોગની મંજૂરી માટે અમેરિકામાં સૌથી પહેલા અરજી તૈયાર

Hello Morbi

Leave a Comment