• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં ઘાંટવડ ગામનો વિદ્યાર્થી જયસ્વાલ રિધમ પાસ કરી ગામ નું ગૌરવ વધાર્યું*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

જવાહર નવોદય વિદ્યાલય અથવા નવોદય વિદ્યાલય, ભારત સરકાર દ્વારા પ્રયોગમાં લાવવામાં આવેલ એક શિક્ષણ પરિયોજના છે. આ પ્રયોગનો મુખ્ય હેતુ ભારતના નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોચાડવાનું છે તે પણ વિદ્યાર્થિના કોઈ પણ આર્થિક-સામાજીક ક્ષમતાના સંદર્ભ વગર. વિદ્યાર્થીને ભણતર-રહેવા-જમવાથી માંડી શાળાનો ગણવેશ નિ:શુલ્ક પુરો પાડવામાં આવે છે. આ સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ-પરિક્ષા દ્વારા થાય છે. આ પરિક્ષા જિલ્લા પ્રમાણે લેવાંમાં આવે છે.

ધોરણ – 5 માંથી ધોરણ – 6 માં પ્રવેશ માટે પરિક્ષા લેવામાં આવે છે ત્યારે ઘાંટવડ ના રહેવાસી જયસ્વાલ જસ્મીન ભાઈ નો પુત્ર જયસ્વાલ રીધમ નવોદય પ્રવેશ પરીક્ષામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ઘાંટવડ કુમાર શાળામાં છેલ્લા ચાર વર્ષમાં છ બાળકોએ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવ્યો છે આ વર્ષે પણ આ શાળામાં ધોરણ પાંચ ના વિદ્યાર્થી જયસ્વાલ રીધમ જસ્મીનભાઇએ નવોદયમાં ધોરણ ૬ માં પ્રવેશ મેળવ્યો છે આ તકે ઘાટવડ કુમારશાળામાં તારીખ ૧૧/૭/૨૦૨૨ ના રોજ બાળક સાથે વાલી નું પણ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર શાળા પરિવાર શિક્ષણ બાબતે ખૂબ જ છે જેનું આ ઉદાહરણ છે અને કુમારશાળા ઘાટવડ શિક્ષણ ક્ષેત્રે નવીન સોપાન સર કરતી રહે એવા શાળા પરિવાર અને એસએમસી સમિતિના પ્રયત્નો હંમેશા રહે છે આચાર્ય મહેશ ભાઈ તથા શાળા ની smc સમિતિ બાળકના વર્ગ શિક્ષક નીતાબેન અને ગણિત શિક્ષક નીમુબેન ને પણ અભિનંદન પાઠવ્યા હતા અને સમગ્ર શાળા પરિવાર શિક્ષણ બાબતે ખૂબ જ કટિબદ્ધ છે તેવું જણાવ્યું હતું

 

Related posts

*HELLO MORBI:આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપનુ ઇકકો કારમાં હેરાફેરી કરતા ઇસમને મોટા જથ્થા સાથે ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ*

editor

*HELLO MORBI: ટંકારા પડધરી વિસ્તારના ભાજપના ઉમેદવાર દુલ્લભજીભાઈ દેથરીયા ને વિજય અપાવવા માલધારી સમાજ મેદાને: અમિતભાઈ રબારી સહિતના 100 માલધારી આગેવાનો ભાજપમાં જોડાયા*

Hello Morbi

**મોરબી રઘુવંશી સમાજના અગ્રગણ્ય અને કોંગ્રેસ સેવાદળના પ્રમુખ ચિરાગભાઈ રાછ નો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment