• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉના તાલુકાના ભીંગરણ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનુ ભવ્ય સ્વાગત કરાયું.*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*ઉના તાલુકાના ભીંગરણ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનુ ભવ્ય સ્વાગત કરાયું.*

 

20 વર્ષનો વિશ્વાસ અને 20 વર્ષનો વિકાસ એટલે વંદે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં તમામ જિલ્લાઓમાં 5 જુલાઈ થી 19 જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત માં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે વિકાસ યાત્રા નું આયોજન કરાયું છે જેના ભાગરૂપે પધારેલ વંદે ગુજરાત વિકાસ રથયાત્રાનું ભીગરણ ગામે ઉનાના પુર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ની હાજરી માં ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ.

20 વર્ષનો વિશ્વાસ અને 20 વર્ષનો વિકાસ એટલે વંદે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં તમામ જિલ્લાઓમાં 5 જુલાઈ થી 19 જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે વિકાસ યાત્રા નું આયોજન કરાયું છે જેના ભાગરૂપે પધારેલ વંદે ગુજરાત વિકાસ રથયાત્રાનું ભીગરણ ગામે ઉનાના પુર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ની હાજરી માં ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ.

આ તકે ઉપસ્થિત મહાનુભાવો એ 20 વર્ષની વિકાસ ગાથાનું આલેખન કર્યું હતું અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પણ ઉપસ્થિત ગ્રામજનો ને અનુરોધ કર્યો હતો વિકાસ રથ યાત્રા અંતર્ગત વિકાસ નાં કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી તેમજ આંગણવાડી વર્કર બહેનો દ્વારા વાનગી પ્રદર્શન યોજવામા આવ્યું હતું તેમજ કાર્યક્રમ માં આમંત્રિત મહેમાનો એ વૃક્ષારોપણ કરી પ્રકૃતિ બચાવવાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે ઉનાના પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હીતેશભાઈ ઓઝા, તાલુકા વિકાસ અધિકારી કિશોર અગ્રાવત તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતનાં પ્રમુખનાં પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, જિલ્લા પંચાયત નાં બાંધકામ સમિતિના ચેરમેન રૂડાભાઈ શિંગડ, જિલ્લા પંચાયત સદસ્ય લખમણભાઇ બાંભણીયા, જિલ્લા પંચાયત સદસ્ય બાબુભાઈ, જિલ્લા પંચાયતનાં સદસ્ય નાં પ્રતિનિધિ પાલાભાઈ વાળા, કાળુભાઇ સરવૈયા અને સરકારી વહીવટી તંત્રનાં કર્મચારીઓ અને અધિકારીઓ અને ગ્રામપંચાયતનાં હોદેદારો સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમનું સફળપણે સંચાલન વસંતભાઈ ગઢીયા એ કર્યું હતું અને કાર્યક્રમ નાં અંતે આભાર વિધિ લખમણભાઇ બાંભણીયા એ કરી હતી.

 

Related posts

*HELLO MORBI: મચ્છુ નદી નજીક ઠલવાતો કચરો સિરામિકનો ના હોવાની સિરામીક એસોસીએશનની સ્પષ્ટતા*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા પંચાયત કોગ્રેસ ના સદસ્ય નવઘણ ભાઈ મેઘાણી સામે શિસ્તભંગ ના પગલાં ભરવા પ્રદેશ કોંગ્રેસ ની નોટિસ*

editor

*HELLO MORBI:વાંકાનેર-જાલીડા રામધામના સેવકોએ ડીસા રઘુવંશી લોહાણા સમાજને પાઠવ્યું નિમંત્રણ*

editor

Leave a Comment