• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી માં સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ નું જાજરમાન અદકેરું વિસર્જન*

મોરબી શહેર માં છેલ્લા 14 વર્ષ થી થતા સિદ્ધિવિનાયક કા રાજા નું 10 દિવસ ખુબ હર્ષોલ્લાસ સાથે દાદા નું પૂજન અર્ચન તેમજ મહાઆરતી થતી અને રોજ હજારો ની સંખ્યા માં લોકો દર્શન નો લાભ લેતા…

આખા સૌરાષ્ટ્ર નું સૌથી વિશાળ અને જાજરમાન ગણાતું આ આયોજન ને લોકો દૂર દૂર થી નિહાળવા આવતા અને ધન્યતા અનુભવ કરતા હતા વેપારી,ઉધોગપતિઓ,કલાકારો,

રાજકારણીઓ,વિવિધ સંસ્થા ના પદાધિકારીઓ એ દાદા ના ચરણો મા શીશ જુકાવી ધન્યતા અનુભવી હતી

તેમજ છેલ્લા દિવસે અતિ સુંદર તેમજ અલદાયક વિસર્જન યાત્રા મોરબીના રાજમાર્ગો પર નીકળી ત્યારે સર્વે મોરબી વાસીઓ એ બાપ્પા ની સાહી સવારી નો લાભ લીધો અને ભીની આંખે અને કઠોળ ભાવ સાથે દાદા ને વિદાય આપી હતી…પાંચ જગ્યા પર દાદા ની મહાઆરતી યોજવામાં આવી હતી જેમા બાપા સીતારામ ચોક માં બાપાની ભવ્ય તેમજ દિવ્ય આરતી કરવામાં આવી હતી આ સમયે આખું મોરબી ત્યાં આવ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને આશરે 30 થી 40 હજાર જેટલી જનમેદની ઉમટી પડી હતી આ સાથે ગુજરાત પ્રખ્યાત અસલમ & અસલમ ઢોલ બિટ્સ તેમજ મુંબઈ પ્રખ્યાત નાસિક ઢોલ ના સાથે વિસર્જન યાત્રા નીકળી હતી તમેજ આ સાથે *સેલિબ્રિટી નીતિન જાની એટલે કે ખજૂર ભાઈ એ હાજરી આપી અને મહાઆરતી નો લાભ લીધો હતો અને લોકો ના મન મોહી લીધા હતા* એમની સાથે એવાજ લોકલાડીલા *ઓમ બારૈયા મોરબી નું ઘરેણું* 10 દિવસ સુધી લોકો ની વચ્ચે રહ્યા અને નાના નાના ભૂલકાંઓ તેમજ ઓમ બારૈયા ના ચાહકો એ ઓમ બારૈયા સાથે ફોટો સુટ કરીને અતિ આનંદમય બન્યા હતા તેમજ સેલ્ફી આપીને મન જીત્યા હતા અને આ સાથે નામી અનામી સેલિબ્રિટીઓ ઓમ બારૈયા ના આમંત્રણ ને માંન આપી મહાઆરતી મા હાજર રહ્યા હતા આગામી દિવસો માં ગણપતિ નું ભવ્ય અને દિવ્ય મંદિર મોરબી ને ભેટ આપશે એવી જાહેરાત કરી હતી

સમગ્ર આયોજન ના

મુખ્ય ઓર્ગેનાઇઝર: સામાજિક અગ્રણી અરવિંદભાઈ બારૈયા (શ્રી ગણેશ મંડપ સર્વિસ મોરબી વાળા) અશોક બારૈયા રાજેશ બારૈયા તેમજ ઓમ બારૈયા ના સહયોગથી યોજવામાં આવ્યું હતું

અને આયોજન ને સફળ બનાવામાં સિદ્ધિવિનાયક સમિતિ મોરબી તેમજ સિદ્ધિવિનાયક સમિતિ ટંકારા ના તમામ મેમ્બરો એ કમર કસી હતી અને ખુબ સાથ સહકાર આપ્યો હતો.

Related posts

*મોરબી સહકારી છેત્ર ના આગેવાન વાઘજીભાઇ બોડા નિધન*

Hello Morbi

*નેતા આવે તો રાતોરાત સિવિલમાં સજાવટ થઈ જાય પરંતુ મતદાર પ્રજા જોખમી દરવાજાનો ભોગ બને ત્યાં સુધી તંત્ર ઊંઘમાં!!!*

Hello Morbi

*HELLO MORBI NEWS:શ્રીપડધરી લોહાણા મહાજન દ્રારા નવનિર્માણ થયેલ મંદિરની ત્રિદિવસ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે*

editor

Leave a Comment