• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી રાજવી પરિવાર ઝૂલતાપુલ દુર્ઘટના પ્રત્યે દુઃખ અને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે*

*રાજવી પરિવાર દ્વારા દરેક મૃતકોના પરિવારજનોને એક લાખ રૂપિયાની સહાય અર્પણ કરાશે*

 

મોરબીમાં ૩૦ ઓકટોબરનાં રોજ ઝુલતા પુલ તુટવાની દુધર્ટના બની અને જેમાં ૧૩૫ જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. આ ગોઝારી ઘટનામાં પરિવાર સાથે ઝૂલતાપૂલ નિહાળવા આવેલા નાના બાળકો, સ્ત્રીઓ નાગરિકો ભોગ બન્યા છે. આ ઘટનાથી આખુ વિશ્વ સ્તબ્ધ થઇ ગયુ છે ત્યારે મોરબીનાં રાજમાતા વિજયકુંવરબા

સાહેબ તથા રાજકુંવરીબા સાહેબ મીરાબાપા, માયાબાપા, ઉમાબાપા તથા સમગ્ર રાજવી પરિવાર અત્યંત દુઃખની લાગણી અનુભવે છે અને આ ઘટનાથી અત્યંત વ્યથિત છે તેમજ જેની કોઇએ કલ્પના પણ નહોતી કરી તેવી ઘટનાથી ખુબ જ હતપ્રભ થયા છે. આ હતભાગીઓના પરિવાર સાથે રાજવી પરિવાર સાથે છે અને તેમના દુઃખમાં સહભાગી છે.

 

આ ઘટનાની જાણ થતા રાજવી પરિવાર વતી રાજકુંવરીબા સાહેબ મીરાબાપા તાત્કાલિક મોરબી આવેલ છે. અને રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજવી પરિવાર વતી પ્રત્યેક હતભાગીના પરિવારને રૂા. ૧,૦૦,૦૦૦/– (અંકે રૂપિયા એક લાખ પુરાં) ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે સહાય કરવા માટેની તત્પરતા દાખવી છે.

 

તેમજ આ ઘટનામાં તાત્કાલિક બચાવકાર્ય મદદ કરનાર તમામ સ્થાનિક લોકો, સેવાભાવિ સંસ્થાઓ, તંત્રનો પણ મોરબી રાજવી પરિવાર આભાર વ્યકત કરે છે.

Related posts

*રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત*

Hello Morbi

*HELLO MORBI:શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ગૌરવ, સમગ્ર શિક્ષક સમાજ ગૌરવ મલ્ટીટેલેન્ટેડ પ્રતિભાના ધની શ્રી પ્રવીણભાઈ ખાચરનો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI: વિશ્વ યોગ દિવસ* *મોરબી ખાતે યોગ શિબિર તથા યોગયાત્રાનું આયોજન કરાયુંયોગ શિબિરમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા પ્રેરક ઉપસ્થિત*

editor

Leave a Comment