• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી:વાવડી રોડ પર ના ગાયત્રીનગર માં જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ને ઝડપી પાડતી મોરબી સિટી એ ડિવિજન પોલીસ ની ટીમ*

 

મોરબી તા ૧૮ : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર આવેલા ગાયત્રીનગરમાં દરોડો પાડી જુગારની મજા માણતી પાંચ મહિલા સહિત છ જુગારીઓને ઝડપી લઈ રોકડા રુપુયા ૧૪,૯૧૦ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડતા હેમતભાઇ કાંતીભાઇ બદ્રકીયા, રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગર શેરીનં.૭ મુળ રહે.સીંધાવદર તા.વાંકાનેર, દયાબેન હરજીવનભાઇ દેત્રોજા, રહે.મોરબી રવાપર રોડ ગોલ્ડન માર્કેટ પાછળ વાત્સલ્ય એપાર્ટમેન્ટ, ભાવનાબેન જીતેન્દ્રભાઇ બુધ્ધદેવ, રહે.મોરબી વાવડી રોડ નંદનવન સોસાયટી, દિવ્યાબેન પ્રાગજીભાઇ પંચાસરા, રહે.ખાખરાળા, સોનીબેન અરવીંદભાઇ પરમાર, રહે.મોરબી વાવડીરોડ, બાપાસીતારામ મઢુલી પાછળ અને ક્રિષ્નાબેન પપ્પુભાઇ પરમાર, રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગર શેરીનં.૩ મોરબી નામના જુગારીઓ તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપિયા ૧૪,૯૧૦ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟑𝟗𝟓 મા ગુરૂવારે ડીસા નગરમાં શ્રીમતી પિન્કાબેન મનોજભાઈ પટેલ પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ઉમટ્યું માનવ મહેરામણ*

editor

*કચ્છના મા આશાપુરા ના પદયાત્રીઓ માટે જાહેર આમંત્રણ પદયાત્રીઓ જમવા તેમજ મેડીકલ નો લાભ લેવા આયોજક દ્વારા અપીલ*

Hello Morbi

મધ વેચતી કંપનીઓની પોલ ખૂલી, કોવિડ મહામારીમાં વેચી રહ્યાં છે બનાવટી મધ

Hello Morbi

Leave a Comment