• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસાની દીકરી ચાહત ઠકકરને મેડિકલમાં એડમિશન મળતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

ડીસાની દીકરી ચાહત ઠકકરને મેડિકલમાં એડમિશન મળતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન
ડીસા જલારામ મંદિર,પૂજ્ય શાસ્ત્રીજી ગૌશાળા,ટેંટોડા ગૌશાળા સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓમાં સમર્પિત ભાવથી સેવા કરતા શ્રી શશીકાંતભાઈ ડી.ઠકકર તેમજ શ્રીમતી વર્ષાબેન ઠકકરની લાડકવાયી દીકરી ચાહત ઠકકરને ઉદેપુર મેડિકલ કોલેજ ખાતે એમ.બી.બી.એસ.માં એડમિશન મળતાં શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા સાલ,રામ ભગવાનનું સ્મૃતિ ચિન્હ તેમજ દીકરી દેવો ભવના મોમેન્ટોથી દબદબાભેર સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.આ દિવ્ય પ્રેરણાદાયી અવસરે શુભેચ્છક ગ્રુપ ડીસાના સર્વ શારદાબેન આચાર્ય,કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,ચંદુભાઈ એટીડી,આનંદભાઈ પી.ઠકકર,મહેશભાઈ ઉડેચા,બળદેવભાઈ રાયકા,દેવચંદભાઈ એન.ઠકકર,સુરેશભાઈ ટી.ઠકકર,મણીભાઈ શેઠ,જગદીશભાઈ પૂજારા,જયેશભાઈ દેસાઈ,નરેશભાઈ ડી.આચાર્ય,મહેશભાઈ મનવર,ઈશ્ર્વરભાઈ રાવળ,કમલેશભાઈ રાચ્છ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી ચિરંજીવી ચાહત ઠકકરને અભિનંદન સહ આશીર્વાદ આપી સન્માન કર્યું હતું તેમજ ઉજ્જવલ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ગૌસેવાના ઉચ્ચ સંસ્કાર ધરાવતી દીકરી ચાહત ઠકકરે રૂપિયા 11000 નું ગૌસેવા હેતુ યોગદાન આપ્યું હતું.

Related posts

આવતીકાલે ભારત બંધનું એલાન, રાજ્યમાં એસટી બસ સેવાને નહીં થાય અસર

Hello Morbi

*મોરબી શહેર અને જિલ્લાના મંજુર થયેલા કામો આચારસંહિતા પૂર્વે શરૂ કરાવવા રાજયમંત્રીને રૂબરૂ રજુઆત કરતા હસમુખભાઈ ગઢવી*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીમાં સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું*

editor

Leave a Comment