• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ* *મોરબીના વિજયભાઈ મનોદિવ્યાંગ બાળક જયની સંભાળ રાખતા અનેક બાળકોની છત્રછાયા બન્યા*

વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ એટલે મનોદિવ્યાંગ બાળકોના આરોગ્ય, સમાજમાં તેમના યોગ્ય સ્થાન અને ઘડતર માટેનો દિવસ. સમાજના તમામ ક્ષેત્રોમાં દિવ્યાંગજનોના અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ્ય સાથે સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક જીવનના દરેક પાસાઓમાં દિવ્યાંગ જનોની સ્થિતિ વિશે જાગૃતતા લાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સયુંકત રાષ્ટ્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષા તથા રાજ્યકક્ષાએ પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના પ્રિવોકેશન ટ્રેનિંગ સેન્ટર કેમ ભુલી શકાય ?

મોરબીમાં પોતાના ઘરે મનોદિવ્યાંગ બાળકનો જન્મ થયા બાદ પિતાએ પોતાની વ્યક્તિગત કારકિર્દી કોરાણે મૂકીને દિવ્યાંગ બાળકોના વિકાસ માટે સંસ્થા શરૂ કરી, એટલું જ નહીં, અન્ય બાળકોને પણ પ્રશિક્ષિત કર્યા અને આવી બીમારી વિશે જાગૃતિ લાવવા સાયકલ યાત્રા કરી અનેક જિલ્લા ખુંદી વળ્યા. આજે પરિસ્થિતિ એવી છે કે, તેમણે એક નહીં ૩૫૦ આવા સ્પેશિયલ બાળકોના પાલનહાર બની ગયા છે.
મેન્ટલ રિટર્ડેશન બીમારી હોવા છતાં જય ડાન્સ મોડલિંગ સ્પોર્ટ્સ એકટીવિટીમાં પણ જોડાયો છે. તેણે સ્પેશ્યલ રમતોત્સવમાં પણ સ્ટેટ લેવલની દોડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી બીજો ક્રમ મેળવ્યો. રાજસ્થાન ખાતે યોજાયેલી સ્પર્ધામાં ડાઉન સિન્ડ્રોમ બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ માટે જય ઓરિયા શ્રેષ્ઠ બાળકનો એવોર્ડ મેળવી ચૂક્યો છે.
આ બાળકોના પાલક પિતા બની વિજયભાઈ આવા ડાઉન સિન્ડ્રોમ પીડિત બાળકોને શારીરિક તાલીમ આપી રહ્યા છે.

આ પ્રિવોકેશન ટ્રેનિંગ સેન્ટર ખાતે પેપર બેગ, ફેન્સી શોપિંગ પેપર બેગ, પેપર ડીસ, મીણબત્તી, રૂની આડી-ઉભી દિવેટ, કોડીયા ડેકોરેશન તથા ડિજિટલ લાઈબ્રેરી તેમજ અન્ય પ્રવૃત્તિઓની નિ:શુલ્ક વ્યવસાયિક તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

*HELLO MORBI: ગણેશ ચતુર્થીના પર્વ અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું*

editor

*મોરબી:આયુષ હોસ્પિટલ ના ગાઇનેક ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*

editor

*HELLO MORBI:વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી ના ભાગરૂપે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત મોરબી અને તાલુકા હેલ્થ ઓફિસ ટંકારા ના સયુંકત ઉપક્રમે આઈ.ટી.આઈ. ટંકારા ખાતે વ્યસનની જાગૃતિ અર્થે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયુ*

editor

Leave a Comment