• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચીલ ઝડપના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા* *ફરતા મહિલા આરોપીને* *રાજકોટ ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી*

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચીલ ઝડપના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા મહિલા આરોપીને
રાજકોટ ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડ મોરબી
તા-૧૨/૦૪/૨૦૨૩
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોનાઓ તરફથી રાજકોટ રેન્જ ખાતે ગંભીર પ્રકારના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ એક માસ સુધીની સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી મોરબી રાહુલ ત્રિપાઠી નાઓએ શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ., એલ.સી.બી .મોરબી નાઓને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ શ્રી એલ.સી.બી . મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ.ઇન્સ.શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડના માણસો કાર્યરત હતા તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાનાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૮૨૦/૨૦૨૨ આઇ.પી.સી. કલમ- ૩૭૯(એ)(૩), ૧૧૪ મુજબના ચીલ ઝડપના ગુનાના કામે છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા ફરતો મહીલા આરોપી કુંવરબેન વા/ઓ દેવાભાઇ સોલંકી રહે.રાજકોટ વાળી હાલે રાજકોટ, ૮૦ ફૂટ હ્યુન્ડાઈ શોરૂમ ની સામે, નદી કાંઠે, રાધાબેન દેવીપુજકના રહેણાક મકાનમા સાથે રહેતા હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકિકત મળતા પો હેડ કોન્સ. પુથ્વીસિંહ જાડેજા તથા મહીલા કર્મચારીની સાથે ટીમ રાજકોટ મોકલતા હકીકત આધારે સ્ટાફના માણસો સાથે ઉપરોકત હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી કુંવરબેન વા/ઓ દેવાભાઇ ગાંડુભાઇ સોલંકી/દેવીપુજક ઉ.વ.૮૦ રહે.રાજકોટ ૮૦ ફૂટ હ્યુન્ડાઈ શોરૂમ ની સામે, નદી કાંઠે, રાધાબેન દેવપુજકના રહેણાક મકાનમા તા.જી.રાજકોટ વાળી મળી આવતા મજકુર મહીલા આરોપીને ઉપરોકત ગુન્હાના કામે હસ્તગત કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી :-
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી,એ.ડી.જાડેજા, તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમના પોલીસ સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*મોરબીમાં ટેન્કર નીચે ઘુસી ડાઇરેક્ટ સેલ્ફ મારવા જતા ટાયરમા આવી જવાથી ચાલકનું મોત ટેન્કર બંધ પડયા બાદ ગફલતથી ચાલકે જિંદગી ગુમાવી*

Hello Morbi

*HELLO MORBI:શાબાશ મોરબી ક્રાઈમ બ્રાન્ચ:થર્ટી ફર્સ્ટ ની ઉજવણી થાયતે પહેલાં જ પંજાબ થી મુન્દ્રા (કરછ) ચોખા ભરેલા ટ્રકની આડ માં છુપાવી ને લઈજવાતો રૂ.૩૩.૧૩ લાખનો દારૂ માળિયા નજીક આંતરી ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ઈવીએમ-વીવીપેટ અંગે લોકોને જાગૃત કરવા મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV)ને પ્રસ્થાન કરાવતા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા*

editor

Leave a Comment