• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નાગરીકોના રક્ષક મેળવવા જીવન રક્ષક CPRની તાલીમ ૮૩૫ પોલીસ અધિકારી તથા કર્મચારી મેળવી અંગદાનનો મહાસંકલ્પ લેતી મોરબી જિલ્લા પોલીસ*

નાગરીકોના રક્ષક મેળવવા જીવન રક્ષક CPRની તાલીમ ૮૩૫ પોલીસ અધિકારી તથા કર્મચારી મેળવી અંગદાનનો મહાસંકલ્પ લેતી મોરબી જિલ્લા પોલીસ
તા-૧૧/૦૬/૨૦૨૩
સંવેદનશીલ ગુજરાત સરકાર તથા પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરઓની સુચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત પોલીસના તમામ અધિકારી/ કર્મચારીઓને “ કોલ્સ અવેરનેશ પ્રોગ્રામ (CPR TRAINING PROGRAM) અનુસંધાને આજરોજ તા.૧૧/૦૬/૨૦૨૩ નારોજ રાજયમાં ૩૭ મેડીકલ કોલેજો તથા અન્ય ૧૪ સ્થળ પર ૨૪૦૦ થી વધુ ડોકટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સૈધ્ધાંતિક અને પ્રેકટીકલ તાલીમ આપવામાં આવશે. તાલીમ રાજ્ય સરકાર,ડોકટર સેલ તથા ઇન્ડીયન સોસાથટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ, ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે CPR તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમરજન્સીના સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી ગુજરાત પોલીસને CPR ની તાલીમ આપેલ.
આ તાલીમ સંદર્ભે ” અંગદાન એ મહાદાન ” ના સુત્રને સાર્થક કરવાના હેતુસર મોરબી જિલ્લામાં . શ્રી અશોક કુમાર, પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષકશ્રી મોરબી તથા શ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી, પી.એસ. ગોસ્વામી મુખ્ય મથક મોરબી (નોડલ અધિકારીશ્રી ) ના માર્ગદર્શન હેઠળ તેમજ ધારાસભ્યશ્રી, દુર્લભજીભાઇ દેથરીયા તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતી માં આજરોજ તા.૧૧/૦૬/૨૦૨૩ ના કલાક ૧૦/૦૦ થી કલાક ૧૭/૦૦ સુધી કુલ ૦૫ બેંચમાં ૯૫૬ માંથી ૮૩૫ થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ ૨૩ TRB જવાનોને GMERS મેડીકલ કોલેજ,રેલ્વે સ્ટેશનસામે, મોરબી. ખાતે ગુજરાત પોલીસ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલો જિસ્ટ, ગુજરાતના સંયુકત પચાસથી CPR ની તાલીમ આપવામાં આવેલ. તદ્દઉપરાંત પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓએ “ – અંગદાન ” કરવાની બાહેધરી આપેલ છે.
આમ મોરબી જિલ્લા પોલીસ “ અંગદાન એ મહાદાન ” ના સુત્રને સાર્થક કરવા તેમજ સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમરજન્સી સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુને સાર્થક કરેલ છે.
ગુજરાત પોલીસના ૫૦,૦૦૦થી વધુ જવાનો લેશે મહાસંકલ્પ
” અંગદાન એ મહાદાન ”

Related posts

*HELLO MORBI: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મોરબી સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક ની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરાય*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા: દાઢીયારી મેલડી માતાજી ના મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI NEWS: શ્રી જલારામ ધામ-મોરબી નો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે*

editor

Leave a Comment