• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી સ્થળાંતરિત આશ્રિતો માટે ફૂડ પેકેટ્સ રવાના*

*મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી સ્થળાંતરિત આશ્રિતો માટે ફૂડ પેકેટ્સ રવાના*

*માહિતી બ્યુરો, મોરબી*
મોરબી જિલ્લામાં વિવિધ આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત થયેલા લોકો માટે મોરબી કલેકટર કચેરી ખાતેથી જિલ્લાના વિવિધ આશ્રયસ્થાનો ખાતે ફૂડ પેકેટ્સ રવાના કરવામાં આવ્યા હતા.
સંભવિત વાવાઝોડાના પગલે મોરબી જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગામ, નીચાણ વિસ્તારમાં આવેલા ગામના લોકો તેમજ મીઠાના અગરમાં અને માછીમારી કરતાં અગરિયાઓ તથા મજૂરોને જિલ્લામાં બનાવવામાં આવેલા આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
જિલ્લાના વિવિધ આશ્રયસ્થાનો સ્થળાંતરિત થયેલા લોકોને કોઈ અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાની તમામ સામાજિક સંસ્થાઓ પણ જિલ્લા વહીવટી તંત્રને સહકાર આપવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે અને તેમને જમવા માટેની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે આ સ્થળાંતરિત થયેલા આશ્રિતોની વ્યવસ્થાના ભાગરૂપે કલેક્ટર ઓફિસ ખાતે આવેલા ફૂડ પેકેટ્સને જિલ્લાના વિવિધ આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત થયેલા લોકો માટે રવાના કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ સ્થળાંતરિત લોકોને કોઈ પણ અગવડ ન પડે તે માટે પૂરતી તકેદારી જિલ્લા વહીવટી દ્વારા રાખવામાં આવી રહી છે.

Related posts

*HELLO MORBI:મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો. અને એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ ભારત-ઓસ્ટ્રેલિયાની LIVE મેચ નિહાળી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સીરામીક એસોસીએશન દ્વારા સ્વ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવાય*

editor

*HELLO MORBI:સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહ યોજાયો*

editor

Leave a Comment