• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસા ખાતે મહેશ્ર્વરી સમાજમાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

ડીસા ખાતે મહેશ્ર્વરી સમાજમાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન
ગૌસેવામાં આવી પ્રેરણાદાયી રકમ
ડીસા નગરમાં ગૌસેવા હેતુ તેમજ હિંદુ જાગૃતિ-એકતા માટે છેલ્લા પાંચ વર્ષથી નિરંતર પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.ગુરૂવારે 269 મા ગુરૂવારે મહેશ્ર્વરી સમાજમાં શ્રી કેશવલાલ પ્રભુદાસ મહેશ્વરીના નિવાસસ્થાને સી.એલ.પાર્કમાં રાખવામાં આવેલ ભજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહી ભજનનો નિજાનંદ માણ્યો હતો.ગૌસેવામાં 51060 (એકાવન હજાર સાહેંઠ) જેવી પ્રેરણાદાયી રકમ એકત્ર થઇ હતી.આંતરરાષ્ટ્રીય ગૌરવ એવા ભારત દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે રાખવામાં આવેલ યોગ શિબિરની જાહેરાત કરી ભગવાનભાઈ બંધુએ સૌને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.
કેશવલાલ પ્રભુદાસ મહેશ્ર્વરી પરિવારનું જલારામ દર્શન ગ્રંથ તેમજ પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી સર્વ રામજીભાઈ પટેલ,પીતાંબરભાઈ મહેશ્વરી,નટુભાઈ લીંબાચીયા,નવીનભાઈ પ્રજાપતિ,આનંદભાઈ પી.ઠકકર,જયંતિભાઈ પટેલ,જયેશભાઈ સિસોદીયા,લાલાભાઈ કપૂરજી ઠકકર,શૈલેષભાઈ રાચ્છ,વિષ્ણુભાઈ ચતુરલાલ ઠકકર,અમીતભાઈ પુરોહિત સહિત સૌએ સાથે મળી દબદબાભેર સન્માન કર્યું હતું.ટેંટોડા ખાતે નિર્માણ પામનાર જલીયાણ ગૌશાળા માટે સૌએ ખૂબ જ સારો સહકાર આપ્યો હતો.જગદીશભાઈ કકકડ તેમજ મુકેશભાઈ કકકડે તેમના નિવાસસ્થાને આગામી ગુરૂવારે રાખેલ ભજનમાં પધારવા સૌને નિમંત્રણ આપ્યું હતું.

Related posts

*HELLO MORBI: મોરબી શહેર મહિલામોરચા શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડ નો આજે જન્મદિવસ*

editor

*જામનગર જિલ્લાકક્ષાના* *“નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ-૨૦૨૨”ની ઉલ્લાસભેર ઉજવણી*

Hello Morbi

*HELLO MORBI:હળવદ તાલુકાના શક્તિનગર ગામના સ્મશાનની પાછળ જાહેરમાં જુગારરમતા ઇસમોને* *પકડી પાડતી હળવદ પોલીસ*

editor

Leave a Comment