• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા(મી.) : પ્રા. આ. કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું*

*માળીયા(મી.) : પ્રા. આ. કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું*

.માળીયા (મી.): સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા “સેવા પખવાડા 2023″ની ઉજવણી કરવામાં આવી રહી હોય મોરબી જિલ્લા ના માનનીય શ્રી ડી.ડી.ઓ સાહેબ અને CDHO શ્રી ના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ માળીયા (મી.) હેઠળ આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ,વવાણીયા,ખાખરેચી અને અન્ય હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આજરોજ 17 સપ્ટેમ્બરના રોજ સેન્ટરની સાફ સફાઈ તેમજ લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કાર્ય દ્વારા “સ્વછતા હી પ્રભુતા”નો સંદેશો આપવામાં આવ્યો હતો.

આ તકે લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવી તેમજ આરોગ્ય કર્મચારી દ્વારા જૂથ ચર્ચા અને ગ્રામ પંચાયતના સહકાર થકી લોકોને અપીલ કરવામાં આવી હતી કે આગામી સમયમાં જે લોકો પાત્રતા ધરાવે છે અને જેમને હજુ આ ખુબજ જરૂરી એવા આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ કઢાવવાના બાકી હોય તો તેવો વહેલી તકે નજીકની ગ્રામ પંચાયત અને હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે જઈ પોતાનું કાર્ડ કઢાવી લે જેથી ભવિષ્યમાં આરોગ્યલક્ષી જોખમનો સામનો કરી શકાય અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે.
આમ હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ માળીયા (મી.)હેઠળ આવતા વિવિધ સેન્ટરો દ્વારા સ્વચ્છતા અને આરોગ્યના સમન્વય થકી લોક કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

Related posts

*વંથલી પોલીસે રાગદ્રેશ અને કિન્નાખોરી રાખી ચોથી જાગીરને દબાવવાનો પ્રયત્ન કરતાં એસ.પી. ને રોષપૂર્ણ આવેદનપત્ર*  

Hello Morbi

વેક્સીન ખૂબ જ જલ્દી આવી છે, આ વાત બે ધારી તલવાર કહી શકાય, આ શસ્ત્ર સિવાય કોઈ વિકલ્પ નથી’

Hello Morbi

*HELLO MORBI;આમ આદમી પાર્ટીના ના હોદેદારો અને આગેવાનો સહિતના પંદરેક લોકો કાંતિભાઈ અમૃતિયા ના સમર્થન માં અને ભાજપમાં જોડાયા*

Hello Morbi

Leave a Comment