• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસાના દિલેર દાતા સદગત રસિકભાઈ રાચ્છની દિવ્ય સ્મૃતિમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો*

ડીસાના દિલેર દાતા સદગત રસિકભાઈ રાચ્છની દિવ્ય સ્મૃતિમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો
અનેક સત્કાર્યો,પૂન્યકાર્યો,ધર્મકાર્યો અને વિશેષ કરીને ડીસા જલારામ મંદિરમાં ઉજવાતી પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે નિસ્વાર્થભાવે જેમનો હંમેશાં ઉદારદિલે સહયોગ મળતો તેવા સદગત દિલેર દાતા સદગત રસિકલાલ વસરામભાઈ રાચ્છના શ્રાધ્ધ નિમિતે શ્રી રામચરિત માનસ મંડળ ડીસા દ્રારા શ્રી સુંદરકાંડ પાઠ તેમજ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્રારા જલારામ બાપાના ભજનનું દિવ્ય આયોજન રાચ્છ પરિવાર દ્રારા કરવામાં આવ્યું હતું.જોગાનુજોગ એ દિવસે જ રાચ્છ પરિવારના એક વર્ષીય આર્નવ હિરેનકુમાર રાચ્છનો પણ જન્મદિવસ હોવાથી બેઉ કાર્યક્રમો ખૂબ જ ઉત્સાહપૂર્ણ તેમજ આનંદપૂર્ણ રહ્યા હતા.
બેઉ કાર્યક્રમોમાં ઉપસ્થિત ધર્મપ્રેમીઓએ ગૌસેવા હેતુ સહયોગ અર્પણ કર્યો હતો.સમગ્ર રાચ્છ પરિવારના સભ્યો સર્વ બબીબેન,મુકેશભાઈ,કમલેશભાઈ,શૈલેષભાઈ,વિજયભાઈ,ભારતીબેન,અમરતભાઈ,નીતાબેન,જયશ્રીબેન,વર્ષાબેન,જીગીશાબેન સહિત સૌનું જલારામ દર્શન ગ્રંથ તેમજ પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી દબદબાભેર સન્માન કરાયું હતું.આ ધાર્મિક અવસરે ઉપસ્થિત ટેટોડા ગૌશાળાના પૂજ્ય રામરતનજી મહારાજ,જાણીતા કથાકાર યશવંત શાસ્ત્રીજી મહારાજ,નવા વરાયેલા રઘુવંશી દેશી લોહાણા મહાજન ડીસાના પ્રમુખ દીલીપભાઈ વકીલ,ઉપપ્રમુખ તેમજ ભજનીક દેવચંદભાઈ એન.ઠકકરનું ફૂલહારથી સન્માન કરાયું હતું.શ્રી રામચરિત માનસ મંડળ ડીસાના સભ્યોના વરદહસ્તે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્રારા રૂપિયા બે લાખ ટેટોડા ગૌશાળામાં અર્પણ કરાયા હતા.કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,વિષ્ણુભાઈ ચતુરલાલ ઠકકર,વિનોદભાઈ આચાર્ય,શંકરભાઈ હાલાણી,તારાચંદભાઈ મજેઠીયા,સુરેશભાઈ વકીલ,ભરતભાઈ પૂજારા,આનંદભાઈ પી.ઠક્કર,નરેશભાઈ ડી.આચાર્ય,ભરતભાઈ ગોકલાણી,ડો.હિમાંશુભાઈ ઠકકર,મહેશભાઈ પોપટ સહિત સૌએ રાચ્છ પરિવારને અતિ સુંદર આયોજન બદલ અભિનંદન આપી સન્માનિત કર્યો હતો.અંદાજે 125000 (સવા લાખ) રૂપિયા જેટલી ગૌસેવા વિવિધ દાતાઓના માધ્યમથી એકત્રિત થઈ હતી.સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ જીવંત પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.

Related posts

*HELLO MORBI:લંડન માં વસવાટ કરતા ફરી વરસી પડ્યા વલ્લભદાદા !*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ રાજકોટ રૂટની બસ નો સમય ફરતા રોજીંદા વિદ્યાર્થીઓ ને હાડમારી ઉભુ કરતુ એસ.ટી.તંત્ર*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

Leave a Comment