• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI,:મોરબી જિલ્લા ના માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા જિલ્લા આર.સી.એચ.અધિકારીની હાજરી માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

*મોરબી જિલ્લા ના માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા જિલ્લા આર.સી.એચ.અધિકારીની હાજરી માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

આજ રોજ તા.૦૪/૧૨/૨૦૨૩
મોરબી જિલ્લા ના માળીયા તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ની ટીમ દ્વારા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. કવિતાબેન દવે અને આર.સી.એચ.ઓ. શ્રી ડો. વિપુલ કારોલીયા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત મોરબી, તાલુકા હેલ્થ ઓફિસર માળીયા ડો. ડી.જી. બાવરવા, તેમજ મેડિકલ ઓફિસર પ્રા.આ.કેન્દ્ર સરવડ ડો. નિરાલી ભાટિયા ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી.
જેમાં મુખ્યત્વે કિશોરાવસ્થા ને મૂંઝવતા પ્રશ્નો અને સમસ્યા ને સ્પર્શતો વિષય એટલે કે *”પોષણ અને પરામર્શ”* ને આવરી લેવામાં આવ્યો.
આ તબક્કે મેડિકલ ઑફિસર ડો. નિરાલી ભાટિયા એ કિશોરાવસ્થામાં પોષણ અને સંતુલિત આહાર અને તેના ફાયદા વિશે દરેક કિશોરીઓને વિસ્તૃત માહિતી આપી. કિશોરીઓને આ અવસ્થા દરમિયાન થતા શારીરિક,માનસિક અને ભાવનાત્મક ફેરફાર, કિશોરીઓને આવતા માસિક ચક્ર અને તેમાં રાખવામાં આવતી સ્વચ્છતાં વિશે પણ ડો. નિરાલી ભાટિયા એ સમજ આપી.
ઉપરાંત આ તકે જિલ્લા કક્ષાએથી હાજર રહેલા જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી ડો. વિપુલ કારોલીયા એ કિશોરાવસ્થા માં હિમોગ્લોબીન તપાસ નું મહત્વ તેમજ એનિમિયા અને એનિમિયા અટકાવવા માટે નિયમિત લોહતત્વ ની ગોળી લેવાના ફાયદા વિશે વિશેષ સમજણ આપી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ની ટીમ દ્વારા આ તકે દરેક કિશોરીઓ હિમોગ્લોબીન ની તપાસ તેમજ વજન,ઊંચાઈ, BMI તપાસ કરવામાં આવી.
આ ઉજવણી અંતર્ગત કિશોરીઓ એ જાતે પોષણયુક્ત વાનગીઓ બનાવીને વાનગી હરીફાઈ માં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વાનગી હરીફાઈ માં ઉત્કૃષ્ટ વાનગી માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપીને તે કિશોરીઓને જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી ડો. વિપુલ કારોલીયા ના હસ્તે પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યા. તેમજ આ વાનગી હરીફાઈ માં ભાગ લીધેલ તમામ કિશોરીઓને પણ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

Related posts

*HELLO MORBI:મોરબી: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં તથા દેવભૂમિ દ્રારકા જિલ્લાના લુંટ / ધાડના ગુન્હામાં ઇનામી જાહેર થયેલ એમ કુલ -૨ ગુન્હામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર ખાતેથી પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*HELLO MORBI NEWS:હળવદ ટાઉનમાં સોનાના દાગીના, ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન દ્વારા ભંડારાનું આયોજન કરાયુ:ભક્તજનોને લાભલેવા આયોજકો દ્વારા અપીલ*

editor

Leave a Comment