• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સર્કીટ હાઉસ સામેથી એક ઇસમને ચોરી, છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન નંગ-૧૨સાથે પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

મોરબી સર્કીટ હાઉસ સામેથી એક ઇસમને ચોરી, છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન નંગ-૧૨ કિ.રૂ. ૮૧,૦૦૦/- તથા મો.સા. મળી કુલ રૂ. ૯૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ મોરબી

શ્રી અશોક કુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓએ મોરબી જિલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા શ્રી, એચ.એમ. વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી ના માર્ગદર્શન હેઠળ શ્રી, એન.એચ.ચુડાસમા તથા શ્રી, કે.એચ. ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી નાઓ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફના માણસો સાથે આ અંગેની કાર્યવાહી કરવા મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે. વિસ્તારમાં પ્રયત્નશીલ હતા. દરમ્યાન ખાનગીરાહે હકિકત મળેલ કે, રાકેશ ભુપતભાઇ રહે.મોરબી, સામાકાંઠે કુળદેવી પાન પાછળ, મફતીયાપરા વાળો વાળો મોરબી જીલ્લા વિસ્તારમાં આવેલ સિરામીક એકમોમાં મજુરીકામ કરતા મજુરની ઓરડી માંથી તથા માણસોની નજર ચૂકવી ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન સાથે મોરબી સર્કીટ હાઉસ સામે રોડ ઉપરથી મો.સા. સાથે પસાર મોબાઇલ ફોન વેચવા કે સગેવગે કરવાની પેરવી કરનાર હોય તેવી ચોક્કસ હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ વોચ કરતા રાકેશ ભુપતભાઇ સકેરા ઉવ-૨૦ ધંધો-મજુરી રહે.મોરબી, સામાકાંઠે, કુળદેવી પાન પાછળ, મફતીયાપરા, તા.જી.મોરબી વાળો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન સાથે મળી આવતા જેને રોકી તેની જરૂરી પુછપરછ કરી તેની પાસે રહેલ મોબાઇલ ફોન ચેક કરતા અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ -૧૨ મળી આવેલ તથા તેની પાસે રહેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ GJ-27-AQ-4982 મો.સા. ના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા તેને મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ તેણે અલગ અલગ તારીખ સમયે અલગ અલગ વિસ્તાર ખાસ કરી પાવરયાળી, ઢવા માટેલ રોડ ઉપર આવેલ કારખાનાની મજુરોની ઓરડીઓ, માંથી આ મોબાઇલ ફોન ચોરી કે છળકપટથી સેરવીને મેળવેલ હોવાનુ હોવાનું જણાવતા હોય જેથી પકડાયેલ ઇસમ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૨ કિ.રૂ.૮૧,૦૦૦/- તથા GJ-27-AQ-4982 મો.સા. કિ.રૂ. ૧૦,૦૦૦/- નું મળી કુલ રૂ. ૯૧,૦૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી મજકૂર ઇસમને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી મોરબી સિટી બી ડિવી. પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામા:
૧) રાકેશ ભુપતભાઇ સકેરા ઉવ-૨૦ રહે. સામાકાંઠે, કુળદેવી પાન પાછળ, મફતીયાપરા, મોરબી-૦૨,
પકડાયેલ મુદામાલની વિગત
અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૧૨ કિ.રૂ.૮૧,૦૦૦/- તથા જુનુ GJ-27-AQ-4982 મો.સા. કિ.રૂ. ૧૦,૦૦૦/- નું મળી કુલ રૂ. ૯૧,૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એમ. વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, એન.એચ.ચુડાસમા, શ્રી, કે.એચ.ભોચીયા, શ્રી.એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

 

Related posts

*HELLO MORBI: સંભવિત વરસાદને ધ્યાને લઈ જિલ્લા બાગાયત* *નિયામકશ્રી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ*

editor

*HELLO MORBI: શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ નાર ખાતે શ્રીજી ઐશ્વર્ય ધામના પંચમ પાટોત્સવ નિમિત્તે ૧ લી ફેબ્રુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમ્યાન પંચાબ્દી મહોત્સવ યોજાયો*

editor

*ટંકારા તાલુકાનાં કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi

Leave a Comment