• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને તળાજા, ભાવનગર ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને તળાજા, ભાવનગર ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી.

શ્રી અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી, એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI જયવંતસિંહ ગોહીલ, HC પુથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન. ૫૧૬૨/૨૦૧૧ પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧,૯૮(૨) વિ. મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી ઉમેદસિંહ ઉર્ફે ઉધમસિંહ સ/ઓ તેજસિંહ રાવ રહે. ભટવારા તા.જી.સલુંમ્બર (રાજસ્થાન) વાળો હાલે ભાવનગર જીલ્લાના તળાજા વિસ્તારમાં આવેલ હોવાની મળેલ ચોકકસ હકિકત આધારે ભાવનગર, તળાજા વિસ્તારમાં મહુવા-ભાવનગર રોડ, ઉપર આવેલ ચામુંડા હોટલ ખાતે તપાસ કરતા ઉપરોકત ગુનાના કામેનો નાસતો ફરતો આરોપી ઉમેદસિંહ ઉર્ફે ઉધમસિંહ સ/ઓ તેજસિંહ કરણસિંહ રાવ (સાકરોદીયા) ઉ.વ.૪૧ રહે. ભટવારા શેષપુર તા.જી.સલુંમ્બર (રાજસ્થાન) વાળો મળી આવતા મજકૂર આરોપીને હસ્તગત કરી વાંકાનેર તાલુકાના ઉપરોકત ગુનાના કામે સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી, કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ/ ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:ટંકારા ના સેવાભાવી યુવાન મિતેશ મહેતા નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI;મોરબી ના લાલપર ગામની સીમમાં પ્રિયા ગોલ્ડ કારખાનાની મજુરોની ઓરડીમાંથી એક ઇસમને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીનઉપરથી જેલ ફરારી થયેલ કેદીને મહારાષ્ટ્ર ખાતેથી પકડી જેલ હવાલે કરતી એલસીબી*

editor

Leave a Comment