• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના સોનાના દાગીના બનાવનાર સોની કારીગર દ્રારા આચરેલ વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનાના કામનો છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના સોનાના દાગીના બનાવનાર સોની કારીગર દ્રારા આચરેલ વિશ્વાસઘાત / છેતરપીંડીના ગુનાના કામનો છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ

શ્રી અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા તથા શ્રી, કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI રામભાઇ મંઢ તથા HC જયેશભાઇ વાઘેલા તથા PC વિક્રમભાઇ રાઠોડ ને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૨૩૦૮/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૪૦૬,૪૨૦ વિ.મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ઘનશ્યામ સ./ઓ ભાસ્કરભાઇ સરદાર /બંગાળી રહે. ખાનાકુલ ચંન્દ્રકુલ મારોખાના જી.હુગલી (પંશ્વિમ બંગાળ) વાળો સુરત જિલ્લા ખાતે હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળતા જે હકીકત આધારે ઉપરોકત સ્ટાફના માણસો સાથે સુરત ખાતે જઇ હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી ઘનશ્યામ સ./ઓ ભાસ્કરભાઇ સરદાર /બંગાળી ઉ.વ.૩૦ રહે. ખાનાકુલ ચંન્દ્રકુલ મારોખાના જી.હુગલી (પંશ્વિમ બંગાળ) હાલ રહે. સુરત હિરા બજાર કાજનીવાડી વાળો સુરત રામપુરા મહાકાળી માતાજીના મંદિર પાસે શ્રી આર્કેટ કોમ્પ્લેક્ષ N.B જવેલર્સ ખાતેથી મળી આવતા મજકુર આરોપીને હસ્તગત કરી મોરબી એલ.સી.બી કચેરી ખાતે લાવી સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ને સોપી આપેલ છે.

આમ, મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના સોનાના દાગીના બનાવનાર સોની કારીગર દ્રારા આચરેલ વિશ્વાસઘાત / છેતરપીંડીના ગુનાના કામનો છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી પકડી પાડવામાં સફળતા મળેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI: ભાજપના નેતા જેપી નડાએ સીઆર પાટીલ અને ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધ્રોલ:અવસાન નોંધ બેસણું રામાનંદી*

editor

*ઈમરજન્સી દર્દીને મુસ્લિમ યુવાને રકતદાન કરી માનવતા કાર્ય કરી કોમી એકતાનો સંદેશ આપ્યો*

Hello Morbi

Leave a Comment