• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ગુજરાત ના મુખ્ય મંત્રી નો આભાર વ્યક્ત કરતા પત્રકાર એકતા પરિષદ અધ6ક્ષ*

ગુજરાત બજેટમાં પત્રકારો માટે સરકારે રહેમ કરી…

ગુજરાત ના મુખ્ય મંત્રી નો આભાર વ્યક્ત કરતા પત્રકાર એકતા પરિષદ અધ6ક્ષ…

ગુજરાત સરકારના બજેટ સત્ર દરમિયાન પત્રકારો માટે થોડી લાગણી વરસી છે, અને કુદરતી મૃત્યુ માં પત્રકાર ને મળતી 1 લાખ ની સહાય વધતી બમણી એટલે કે 2 લાખ કરવામાં આવી છે..

જ્યારે અકસ્માત મૃત્યુ ના કિસ્સા માં સરકાર માન્ય કાર્ડ ધારક પત્રકાર ને 5 લાખની સહાય હતી તે પણ બમણી કરી ને 10 લાખ કરવામાં આવી છે..

પત્રકાર એકતા પરિષદ ની 14 માગણીઓ પૈકી 10 લાખ નું વીમા કવચ ની માંગણી છે,ત્યારે માત્ર બે લાખ વીમા કવચ જાહેર કરવામાં આવ્યું છે,જેમાં 24 થી 60 વર્ષ ની મર્યાદા નક્કી કરવામાં આવી છે..

આખરે પત્રકારો સંગઠિત થઈ વારે વારે કાર્યક્રમો યોજી રહ્યા છે, આઇ બી ના રિપોર્ટ પણ સરકાર સમક્ષ રજૂ થતા હોય છે,પત્રકાર એકતા પરિષદ દ્વારા પાંચ બેઠકો પત્રકારો ના પ્રશ્નો માત્ર ટેબલ ટોક કરી ઉકેલ લાવવા થઈ ચૂકી છે,ત્યારે જાહેરાત માં વધારો જોવા મળ્યો છે,એસ.ટી કોમન કરવામાં આવી છે,ઓન લાઇન બુકિંગ પત્રકારો માટે સુવિધા શરૂ કરી અને બુકિંગ ફી નાબૂદ કરી છે,તેમજ રેલવે કંશેશન કોરોના સમયે બંધ કરવામાં આવ્યું હતું તે અંગે સંગઠન ની રજૂઆત ના કારણે 55% કનશેશન જાહેર કરવામાં આવ્યું છે..

તેમજ ગુજરાત સરકારના બજેટમાં કુદરતી મૃત્યુ તેમજ અકસ્માત મૃત્યુ ની સહાય બમણી કરવાનો નિર્ણય ને પત્રકાર એકતા પરિષદ આવકારે છે,અને હજુ અમારી માંગ મુજબ ની જોગવાઇ કરવા અમારી રજૂઆત ઉભી છે…
— લાભુભાઈ કાત્રોડીયા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી મંડળ દ્વારા નવનિયુક્ત સરપંચોનું સન્માન કરાયું*

editor

*મોરબી સિરામિક ઉદ્યોગ ને બચાવવા મુખ્ય મંત્રી ને રજૂઆત કરતા કે ડી બાવરવા*

Hello Morbi

*HELLO MORBI:શેરબજારમા ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી છેતરપીંડી/વિશ્વાસધાત કરતા ગુન્હામા સંડોવાયેલ વધુ બે આરોપીઓને પકડી પાડતુ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન*

editor

Leave a Comment