• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી-રાજકોટ બાઇપાસ હાઇવે રોડ ઉપર જોખમી રીતે સ્ટંટ કરી મો.સા ચાલકને શોધી કાયદાનુ ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ*

મોરબી-રાજકોટ બાઇપાસ હાઇવે રોડ ઉપર જોખમી રીતે સ્ટંટ કરી મો.સા ચાલકને શોધી કાયદાનુ ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ

તા.૧૩/૦૨/૨૦૨૪

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સુચના અને માર્ગદશન હેઠળ મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં જણાવેલ જે અન્વયે ટ્રાફીક શાખાના પો.ઇન્સ. શ્રી કે.એમ.છાસીયા નાઓની સુચના મુજબ પો.સબ.ઇન્સશ્રી ડી.બી.ઠક્કર તથા સ્ટાફના માણસો ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હતા જે દરમ્યાન સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર એક મો.સાનો સ્ટંટ કરતો વાઇરલ થયેલ વિડિયો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવતા. જે વિડીયો જોતા જેમાં મોરબી-રાજકોટ બાયપાસ રોડ ઉપર એક મોટર સાઇકલ ચાલક પોતાના હવાલાવાળુ મો.સા પુરઝડપે અને બેફીકરાઇથી કાવા મારી સર્પાકારે સ્ટંટ કરી હાઇવે રોડ ઉપર નીકળતા, પોતાની તથા અન્ય માણસોની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમાય તેવુ કૃત્ય કરેલ હોય, જે વાયરલ થયેલ વિડીયોમાં વાહનના રજી. નંબર GJ-36-AD-2703 વાળા હોવાનુ જણાય આવતા, તુરત જ સદરહું રજી.નંબરવાળા વાહનની e.GujCop માં સર્ચ કરી ડીટેઇલ મેળવી, સદરહુ મો.સા રજી નં GJ-36-AD-2703 ના મો.સા સાથે શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય, જેથી સદરહું મો.સાના ચાલક મોરબી સીટી એ ડીવી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવેલ છે.
આરોપીનુ નામ
હરપ્રિતસીંગ S/O મેજરસીંગ જાટ ઉ.વ.૩૩ ધંધો.સિક્યુરીટી ગાર્ડ હાલ રહે.લજાઈ ગામ એટોપ કારખાના સામે બ્રિજ કાર્બેટ ફ્રેન્ચફ્રાય કારખાનાની ઓરડી તા.ટંકારા જી.મોરબી મુળ રહે.ગામ-મનોચાહલ તા.જી.તર્ણતરણ, પંજાબ રાજય
સારી કામગીરી કરનાર
પોલીસ ઇન્સ.શ્રી કે.એમ.છાસીયા, પો.સબ.ઇન્સ.શ્રી ડી.બી.ઠક્કર, પો.હેડ.કોન્સ મહાવિરસિંહ પરમાર, નરેન્દ્રસિંહ જાડેજા, વિનોદભાઇ ચાવડા

Related posts

*ટંકારા પોલીસ કસ્ટડીમાં ચોરીના ગુન્હાના આરોપીનું હૃદયરોગનો હુમલો આવતા મોત*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર સીટી પો.સ્ટે.ના આશરે પાંચેક માસથી અપહરણના ગુનાના આરોપીને પકડી પાડતી AHTU ટીમ મોરબી*

editor

*HELLO MORBI: આગામી ૭ જન્યુઆરીના રોજ યોજાશેજિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા*

editor

Leave a Comment