• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ના એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા સાતેક માથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી મોરબી એસ.ઓ.જી/સાયબર ક્રાઇમ/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ના એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા સાતેક માથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી મોરબી એસ.ઓ.જી/સાયબર ક્રાઇમ/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
તા.૨૯/૦૩/૨૦૨૪
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી એમ.પી.પંડ્યા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી વી.એન.પરમાર પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના માણસો મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એસ.ઓ.જી., સાયબર ક્રાઇમ પો.સ્ટે. તથા પેરોલ ફર્લો સ્કવોડના અધિકારી / માણસોની ટીમ ગુનાઓની તપાસમાં પંજાબ તથા રાજસ્થાન રાજ્યમાં ગયેલ હોય જે ટીમના અધિકારીશ્રી તથા માણસોને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૪૩૮/૨૦૨૩ એન.ડી.પી.એસ. એક્ટ ક. ૮-સી, ૨૦-બી, ૨૯ મુજબના ગુનાના કામે છેલ્લા સાતેક માસથી નાસતો ફરતો આરોપી પ્રવિણ ઉર્ફે દિનેશ સ/ઓ ભેરારામ પાબુજી ખિલેરી ઉ.વ.૨૮ રહે.સરણાઉ તા.જિ.સાંચોર (રાજસ્થાન) વાળો તેના ઘરે હોવાની ચોક્કસ હકિકત આધારે ઉપરોકત આરોપીની તેના ઘરે તપાસ કરતા આરોપી મળી આવતા મોરબી પેરોલ ફર્લો કચેરી ખાતે લાવી જરૂરી પુછપરછ કરી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.
આમ, મોરબી એસ.ઓ.જી., સાયબર ક્રાઇમ પો.સ્ટે. તથા પેરોલફર્લો સ્ક્વોડના માણસોને એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા સાતેક માથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી પાડવામાં સફળતા મળેલ છે> પકડાયેલ આરોપીનું નામ સરનામું:-
પ્રવિણ ઉર્ફે દિનેશ સ/ઓ ભેરારામ પાબુજી ખિલેરી/બિશ્નોઇ ઉ.વ.૨૮ રહે.સરણાઉ તાલુકો/ જિલ્લો- સાંચોર, રાજસ્થાન.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડ્યા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પો.સ.ઇ.શ્રી વી.એન.પરમાર પેરોલ-ફર્લો સ્ક્વોડ મોરબી, પો.સ.ઇ.શ્રી બી.ડી.ભટ્ટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી તથા એસ.ઓ.જી./પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*મોરબી માં સ્વચ્છતા અભિયાન ક્યારે!? ઠેર ઠેર ગંદકી કચરાના ગંજ ડેન્ગ્યુ મેલેરીયા જેવા રોગચાળાનો ભય!*

Hello Morbi

*HELLO MORBI: હર ઘર તિરંગામોરબી જિલ્લામાં વહિવટીતંત્ર દ્વારા થયું ૬૨૫૦૦ તિરંગાનું વિતરણ*

editor

*HELLO MORBI:હત્યા ના ગુન્હામાં રાજકોટ જેલ માથી પેરોલ જંપ કરનાર કેદી ને મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે હળવદ થી ઝડપી પાડ્યો*

editor

Leave a Comment