• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્યમાં કોવિડ-19 સંક્રમણનિયંત્રણઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચાયેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઇ*

……

*ગાંધીનગરમાં કોવિડ ટાસ્કફોર્સના તજજ્ઞતબીબો-મંત્રીશ્રીઓ-વરિષ્ઠ સચિવોની ઉચ્ચસ્તરીય બેઠક*

……

*આગામી દિવસોની સંભવિત સ્થિતીને ધ્યાને રાખી ગુજરાતમાં સતર્કતા-સજ્જતા-જનજાગૃતિ અને ભાવિ રણનીતિના આગોતરા આયોજનની વિશદ ચર્ચા-વિચારણા

તજજ્ઞો સાથે હાથ ધરતા શ્રી ભૂપેન્દ્ર પટેલ*

…….

*લોકો માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-સેનિટાઇઝર-SMSનું અવશ્ય પાલન કરે તેની સઘન જનજાગૃતિ માટે ઝૂંબેશ ચલાવાશે*

………..

*રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો, સારવાર સૂચનો અને ભાવિ રણનીતિમાં સરકારને મદદરૂપ થવા માર્ગદર્શન અંગે રચાયેલા એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સની બેઠક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાઇ હતી*.

*આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉપસ્થિત રહેલા ટાસ્કફોર્સના સર્વે તબીબોએ રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણનો વ્યાપ વધે નહિં તે માટે જનજાગૃતિ અને સતર્કતા અંતર્ગત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર અપનાવવા અને વારંવાર હાથ ધોવા તથા ભીડભાડ વાળી જગ્યા-પ્રસંગોથી દૂર રહેવાની જન જાગૃતિ ઝૂંબેશ ચલાવવા ખાસ તાકિદ કરી હતી*

*આ તબીબોએ એવો સ્પષ્ટ મત દર્શાવ્યો કે, હાલ જે સંક્રમણની સ્થિતી છે તેની ગંભીરતા લોકો સુધી પહોચે અને જનતા જનાર્દન સ્વયંભૂ SMS-સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર અપનાવે તેવી વ્યાપક પ્રચાર-પ્રસાર સઘન વ્યવસ્થા થાય તે સમયની માંગ છે*.

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવી જનજાગૃતિ માટે રાજ્ય સરકાર આવશ્યક પગલાં લેશે. એટલું જ નહિ, કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર માટેના પહેલી બે લહેરના અનુભવોના આધારે રાજ્યમાં આગામી દિવસોમાં આરોગ્ય સેવાઓનું માળખું વધુ સુગ્રથિત કરવા અને બાકી રહેલા લોકોના ઝડપથી સૌનું વેક્સિનેશન કરવાની રણનીતિ સરકાર આયોજનબદ્ધ રીતે અપનાવશે તેમ જણાવ્યું હતું*.

તેમણે રાજ્યમાં હરેક વ્યક્તિ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે તે માટેની સતર્કતા અને રાજ્ય સરકારના પ્રસાર-પ્રચારમાં તબીબો પણ સહયોગી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબહેન તેમજ એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સના તજજ્ઞો સર્વ શ્રી ડૉ. વી. એન. શાહ, સુધીરભાઇ શાહ, આર. કે. પટેલ, અમીબહેન પરીખ, તુષાર પટેલ, અતુલ પટેલ અને દિલીપ માવલંકરે કોવિડ-ઓમીક્રોન પેશન્ટસની ટ્રીટમેન્ટના પોતાના અનુભવો અને આગામી દિવસોની સંભવિત સ્થિતીના તારણો રજૂ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ તજજ્ઞ તબીબો સાથે સમયાંતરે બેઠક યોજી તેમના અનુભવનું માર્ગદર્શન રાજ્ય સરકાર મેળવશે અને તે મુજબ સારવાર, ટ્રિટમેન્ટ પ્રોટોકોલ, ટેસ્ટીંગ, ટ્રેકિંગ વગેરેમાં હોસ્પિટલાઇઝેશન ગાઇડલાઇન્સ વગેરેમાં જરૂરિયાત મુજબ સુધારા-વધારા પણ કરશે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને વરિષ્ઠ સચિવો પણ આ બેઠકમાં જોડાયા હતા.

 

સીએમ-પીઆરઓ/અરૂણ…. ……

Related posts

*રાજકોટ-70માં ઓબીસી સમાજને ભાજપે ટીકીટ ન આપતા બેઠકોનો ધમધમાટ શરૂ : ભાજપ-રાજપા વખતે કાર્યાલયને તાળા મારનારાની કુંડળી ખુલી : બાપુની વફાદારીની પણ અવગણના* વીઓ_ રાજકોટ દક્ષિણ(70) બેઠક પરથી સમગ્ર વિશ્વકર્મા સહિતના ઓબીસી સમાજમાંથી ટીકીટની ભાજપ પાસે માંગણી કરનાર આપા ગીગાના ઓટલાના મહંત અને પૂર્વ ડે.મેયર નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) અને તેમના ટેકેદારો ટીકીટનો હકક ન મળવાથી ઉકળી ઉઠયા છે. તેમના કાર્યાલય ખાતે વિશ્વકર્મા, કડીયા સમાજના આગેવાનોની મોટી મીટીંગ તાત્કાલીક મળી હતી અને આગેવાનોના આગ્રહથી તેઓએ ચૂંટણી લડવાનું ફોર્મ ઉપાડતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકેય જગ્યાએ વિશ્વકર્મા સમાજને અને સમગ્ર રાજયમાં કયાંય કડિયા સમાજને ભાજપે ટીકીટ આપી નથી આથી તા.14ના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અને તા.17ના રોજ ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં અનેક નવા કડાકા ભડાકા થવાની આગાહી વરસી ગઇ છે. રાજકોટની આ બેઠક પરથી ઓબીસી સમાજમાંથી ટીકીટ આપવા નરેન્દ્રભાઇ સોલંકીએ પાર્ટી પાસેથી લોકશાહી ઢબે જાહેરમાં માંગણી કરી હતી. પરંતુ આજે સવારે જાહેર થયેલા ઉમેદવારોના લીસ્ટમાં આ બેઠક માટે રમેશભાઇ ટીલાળાનું નામ જાહેર થયું છે. આ બાદ તુરંત નરેન્દ્રબાપુના ગાયત્રીનગર સ્થિત જીવરાજ હોસ્પિટલના કાર્યાલયે જ્ઞાતિ સમાજના આગેવાનો એકત્ર થયા હતા. કોઇ જ્ઞાતિજન કે સૌરાષ્ટ્રમાંથી કોઇ સાધુ સંતોને પણ ટીકીટ આપવામાં નહીં આવ્યાનો રોષ વ્યકત થયો હતો. આ બાદ દોઢસોથી બસ્સો ટેકેદારો સાથે કલેકટર કચેરીએ જઇને તેમણે ફોર્મ ઉપાડયું છે. બળવો કરીને અપક્ષ ચૂંટણી લડવા અંગેના સવાલના જવાબમાં નરેન્દ્રભાઇએ કહ્યું હતું કે રાજકોટ-70માં વિશ્વકર્મા સમાજની મોટી વસ્તી છે. ઓબીસી સમાજ મોટો છે. લાંબા સમયથી રજુ કરાતી માંગણી ધ્યાને લેવાતી નથી. સાધુ સંતોની લાગણી પણ સ્વીકારવામાં આવી નથી. આથી સમાજના નારાજ થયેલા આગેવાનો સાથે ચર્ચા બાદ ફોર્મ ભર્યુ છે. સ્થાનિક ઉમેદવારની માંગણીને પણ નજરઅંદાજ કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણીનું ફોર્મ ઉપાડીને પાર્ટી સાથે કોઇ શરત મુકવા કે સોદો કરવાની તેમની કોઇ દાનત નથી. આવું કરવું હોત તો ભુતકાળમાં તેમની પાસે ઘણી ઓફર આવતી હતી. તેઓ સત્તાની લાલચમાં પડયા નથી. સેવાના માધ્યમથી જ લોકો સાથે જોડાયેલા છે. વર્ષો અગાઉ રાજપા-ભાજપના સમયમાં ભાજપ કાર્યાલયને તાળા મારનારાને પણ તેમણે યાદ કર્યા હતા. આ સમયે પક્ષના વફાદાર સૈનિક તરીકે ભાજપની આબરૂના તાળા ખોલનાર આગેવાનોમાં તેઓ સામેલ હતા. નરેન્દ્ર બાપુના આ તેવર અને શકિત પ્રદર્શનથી રાજકોટ-70 અને ભાજપમાં ચકચાર ફેલાઇ ગઇ છે. બાપુ હવે શું કરશે તેના પર સૌની મીટ છે. હાલ તો વિશ્વકર્મા, કડીયા સહિતના ઓબીસી સમાજના લોકો રોષ સાથે મીટીંગમાં પહોંચવા લાગ્યા છે. બાઈટ_ પૂર્વ ડે.મેયર નરેન્દ્રભાઇ સોલંકી _01 કેમેરામેન ઘીરેન રાઠોડ mo 98791 27147 રિપોર્ટર: હિતેશ કુમાર રાઠોડ mo 90990 25113 –રાજકોટ

Hello Morbi

*મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં વાલી મીટીંગ અને શ્રમદાનનું તથા નવા આચાર્યનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI:મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતી : જ્ઞાન જ્યોતિ પર્વ : સ્મરણોત્સવ : ટંકારા – ૧*

editor

Leave a Comment