• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:*ટંકારા માં ડૉ. આંબેડકર નાં ગુરુ મહાત્મા જ્યોતિરાવ 197 મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ.*

*ટંકારા માં ડૉ. આંબેડકર નાં ગુરુ મહાત્મા જ્યોતિરાવ 197 મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ.*

(*નૈમિષ સેજપાલ દ્વારા*)*આવનારી તા. 14 એપ્રિલ 2024 નાં રોજ ટંકારા મુકામે ભારત રત્ન, ભારતીય બંધારણનાં ઘડવૈયા બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર સાહેબ ની 133 મી જન્મ જયંતિ નિમિત્તે યોજાનાર ભવ્ય શોભાયાત્રામાં જોડાવવાં સમસ્ત સમાજને અપિલ કરવામાં આવી છે….*

આજ રોજ તા. 11 એપ્રિલ 2024 નાં રોજ ડૉ. આંબેડકર ભવન ટંકારા ખાતે મહાન સમાજ સુધારક જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ હતી…
ટંકારા તાલુકાનાં ભીમસૈનિકો તેમજ બાળકોનાં હાથે કેક કાપીને તેમજ ફલેજી ની તસવીરને મીણબત્તી પ્રગટાવીને સન્માનિત કરાયાં હતાં..
સામાજીક અગ્રણી નાગજીભાઈ ચૌહાણ તેમજ ડૉ. જી. કે. પરમાર સાહેબે પ્રસંગ અનુરૂપ જ્યોતિબા ફૂલેનાં જીવન કવનની છણાવટ કરી હતી…

ભારતનાં પ્રથમ કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરે જ્યોતિરાવ ફુલેને તેમનાં ત્રીજાં ગુરુ તરીકે સ્વીકાર્યા હતા.

મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે :-
(જન્મ:- ૧૧ એપ્રિલ ૧૮૨૭ — મૃત્યુ :- ૨૮ નવેમ્બર ૧૮૯૦) જ્યોતિબા મહાન સમાજસુધારક, એક વિચારક, લેખક, તત્વચિંતક, દાર્શનિક, વિદ્વાન અને સંપાદક હતા. તેઓ અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો.
આ સિવાય શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા નિવારણનાં ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકોના શિક્ષણક્ષેત્રે હતું. પોતાની પત્નીને ભણાવ્યા પછી ૧૮૪૮માં તેમણે ભારતની બાલિકાઓ માટેની ભારતની પ્રથમ શાળા શરૂ કરી હતી. તેમણે ૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ પુના ખાતે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી.
૧૧ મે ૧૮૮૮ના રોજ મુંબઈના અન્ય એક સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણાજી વંદેકરે તેમને મહાત્માની પદવીથી સન્માનિત કર્યા હતાં.

દેશભરમાં ફુલેના સન્માનમાં અનેક સ્થાનો અને સ્મારકો આવેલા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ભવનનાં પરિસરમાં પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત છે.
મહારાષ્ટ્રનાં અહમદનગર જિલ્લાનાં રાહુરીમાં મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠ (કૃષિ યુનિવર્સિટી) તેમજ
મહાત્મા જ્યોતિબા ફુલે રોહિલખંડ યુનિવર્સિટી સ્થાપિત છે…

દેશભરમાં ફુલેના સન્માનમાં અનેક સ્થાનો અને સ્મારકો આવેલા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ભવનનાં પરિસરમાં પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત છે.
મહારાષ્ટ્રનાં અહમદનગર જિલ્લાનાં રાહુરીમાં મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠ (કૃષિ યુનિવર્સિટી) તેમજ
મહાત્મા જ્યોતિબા ફુલે રોહિલખંડ યુનિવર્સિટી સ્થાપિત છે…

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા તથા રાજકોટ શહેરના એમ કુલ-૦૪ ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*હડીયાણા કન્યા શાળા ના ખૂલતાં જ વેકેશન ના પ્રથમ દિવસ થીજ વિધાર્થિનીઓ હાજર*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શહેર માં બિલાડી ના ટોપ ની જેમ પાલિકા ની જગ્યા માં ગેર કાયદેસર હોડીંગ નો જમાવડો.મહેશરાજ્યગુરુ*

editor

Leave a Comment