• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ડીસા ખાતે વાલ્મિકી સમાજમાં રંગેચંગે યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌*

ડીસા ખાતે વાલ્મિકી સમાજમાં રંગેચંગે યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 327 માં ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન વાલ્મિકી સમાજના અગ્રણી જીતુભાઈ મગનલાલ ચૌહાણ પરિવારના નિવાસસ્થાને રાખવામાં આવ્યાં હતાં.
ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને સત્સંગ મંડળના સંચાલક ભગવાનભાઈ બંધુએ આવકાર આપ્યા બાદ યજમાન પરિવારનું પૂજ્ય જલારામ બાપાની પ્રતિમા દ્રારા સૌ જલારામ ભક્તોએ સન્માન કર્યું હતું.યજમાન પરિવારના કિશોરભાઈ ચૌહાણે ભાવવાહી શબ્દોમાં સૌનો આભાર માની અમારા વાલ્મિકી સમાજના આંગણે ભજન સ્વરૂપે પૂજય જલારામ બાપા અને સૌ જલારામ ભક્તો પધાર્યા એ બદલ અનહદ રાજીપો વ્યક્ત કર્યો હતો.રૂપિયા 44750 ની ગૌસેવા એકત્ર થઇ હતી.શ્રી જલીયાણ ગૌશાળા ડીસા(કાંટ-રાણપુર) ને રૂપિયા 151000(એક લાખ એકાવન હજાર) અર્પણ કરવામાં આવ્યા હતા.દીવાળીના પવિત્ર દિવસે ગુરૂવારે ભરતભાઈ મંજીભાઈ ઠક્કર પરિવારના નિવાસસ્થાને ભજન જાહેર કરવામાં આવ્યાં હતાં.ખૂબ મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી ઘક્કાવાળી મેલડી મંદિર દ્વારા છઠ્ઠો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયો ૧૧ યુગલો લગ્નગ્રંથિ માં જોડાયાં*

editor

*HELLO MORBI:શહેનશાહે મોરબી હજરત કુતુબ બાવા એહમદ શાહ વલી (ર.અ) ના ઉર્સ મુબારક ની તડામાર તૈયારીઓ*

editor

*મોરબી:રવાપર પાસે આવેલ બોનીપાર્કમા તા ૨૦ ઓક્ટોબર ના નાટક અને કોમિક ભજવાશે*

Hello Morbi

Leave a Comment