• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપરા વિસ્તારમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો*

મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમ અન્વયે વીસીપરા (સ્લમ વિસ્તાર) માં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફાઈ ઝુંબેશ દરમિયાન અંદાજિત ૫ ટન સોલિડ વેસ્ટ, કન્સ્ટ્રક્શન તથા ડિમોલેશન (C&D) વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ ૨ આસામી પાસેથી જાહેર સ્થળો પર ગંદકી કરવા બદલ રૂ. ૧૨૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ.

આ ઉપરાંત શ્રમદાન પુર્વે મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપરા મેઇન રોડ ખાતેથી બિનઅધિકૃત દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉક્ત કાર્યક્રમમાં મોરબી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, ડેપ્યુટી કમિશ્નરશ્રી, મોરબી મહાનગરપાલિકાના સ્ટાફ મિત્રો, રોટરી ક્લબ અને ઇન્ડિયન લાયન્સ ક્લબના સભ્યો, સફાઈ કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો તથા વિવિધ સામાજિક- ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ જોડાયા હતા. તેમ ડેપ્યુટી કમિશ્નરશ્રી (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે

Related posts

*ટંકારામાં જશને ઇદે મિલાદુન્નબી ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ*

Hello Morbi

*HELLO MORBI:વારંવાર શોશિયલ મીડિયા મારફત પ્રજા ને ગુમરાહ કરતા મોરબી ના ધારાસભ્ય શહેર યાત્રા કરી પ્રજા ની મુશ્કેલી સમજે:કોગ્રેસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પીઠડ ગામ ની પ્રાથમિક સમસ્યા અને સુવિધાના અભાવ વિશે ગામના યુવા સમાજીક કાર્યકર હાર્દિક ભોજાણી એ મુખ્ય મંત્રી શ્રી સમક્ષ રૂબરૂ રજૂઆત*

editor

Leave a Comment