• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:તા.6 માર્ચ ગુરુવારે સવારે 10.52 થી હોળાષ્ટક પ્રારંભ થશે. જે 14 માર્ચે બપોરે 12.25 કલાકે પૂર્ણ થશે*

આગામી તા.6 માર્ચ ગુરુવારે સવારે 10.52 થી હોળાષ્ટક પ્રારંભ થશે. જે 14 માર્ચે બપોરે 12.25 કલાકે પૂર્ણ થશે.

મોરબી ના પ્રખર વિદ્વાન જાણીતા શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે ના જણાવ્યાનુસાર, હોળા+અષ્ટક એટલે આઠ દિવસનો સમય જેને સામી હોળી કે સામી ઝાળનો સમય રહેવાથી શાસ્ત્રોના મત અનુસાર આવા સમયમાં તમામ શુભ-માંગલિક કાર્યો, મૂહુર્ત, ઉદ્ઘાટન કાર્યો કરવા માટે નિષેધ માનવામાં આવે છે

,ધર્મ સિંધુ ગ્રંથ પ્રમાણે તેમજ જ્યોતિષના નિયમ અનુસાર હોલિકા દહન માટે પૂર્ણિમા ના સાંજના સમયે પ્રદોષકાળ નું મહત્વ હોવાથી તા.૧૩ માર્ચ ગુરુવારે સાંજે ૬.૫૫ થી ૮.૨૪ અમૃત ચોઘડિયા અથવા ૮.૨૪ થી ૯.૫૫ સુધી ચલ ચોઘડિયા દરમ્યાન થઈ શકશે. 13 માર્ચના ગુરુવારે ચૌદસના દિવસે સવારે 10:37 થી પૂર્ણિમા તિથિની શરૂઆત થાય છે જે 14 માર્ચ શુક્રવારે બપોરે 12:25 સુધી પૂનમ તિથી રહેશે .તેથી ગુરૂવાર ચૌદસના દિવસે તા.૧૩ માર્ચ સાંજના પ્રદોષકાળ નું મહત્વ હોવાથી સાંજ ના સમયે પૂનમ તિથિ હોવાથી હોલિકા દહન થશે.જ્યારે ધુળેટી તારીખ 14 માર્ચ શુક્રવારના દિવસે મનાવાશે.

ત્યારબાદ 14 માર્ચ શુક્રવાર સાંજે ૬.૫૧ થી એક મહિના માટે કમુરતા શરૂ થશે .જે 13 એપ્રિલ રવિવાર ચૈત્ર વદ એકમ સુધી ચાલશે. એક મહિના દરમિયાન લગ્નના શુભ મુહૂર્તો જનોઈ સગાઈ તેમજ માંગલિક કાર્ય પર બ્રેક લાગશે. તેમજ દેવકાર્યો જેવા કે લઘુરુદ્ર અભિષેક ,ચંડીપાઠ, હોમ ,હવન, જપ દાન વગેરે દેવ કાર્યો થઈ શકશે.

શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે.
(ભાગવતાચાર્ય ,સંસ્કૃત વિશારદ ,M.com B.ed) મો.80009 11444

Related posts

*HELLO MORBI: મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા મોરબી ના સામાકાંઠે મહેન્દ્રનગરપાસે આવેલ રામધન આશ્રમ ખાતે ૧૨માં સમુહલગ્ન યોજાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે નરેન્દ્રભાઈ ચીમનલાલ પુજારા પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૦૧ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાંથી મોટરસાઈકલની ચોરી કરનાર ઈસમને મો.સા. તથા રીક્ષા સાથે પકડી પાડી બે ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી હળવદ પોલીસ*

editor

Leave a Comment