• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી*

*ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી*(*નૈમિષ સેજપાલ દ્વારા*)
ટંકારા:તા ૨૫ ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી. 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસ ટંકારા ખાતે ભવ્ય ઉજવણી કરાઈ.
તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ના માર્ગદર્શન હેઠળ લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી દ્વારા જણાવ્યું હતું કે માનવીય અભિગમ દાખવી સરકારે લોકોના આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો કરેલ છે. જેમાં ટીબી અંતર્ગત ક્વોલિટી યુક્ત નિદાન તથા સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે .ટીબીના દર્દીઓની સરકાર દ્વારા સામુહિક ચિંતા કરી તેમને નીક્ષય પોષણ યોજના અંતર્ગત મળતી રકમમાં વધારો કર્યો છે, સાથે સાથે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનમાં લોકલ દાતાશ્રી દ્વારા ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત આહાર માટે ન્યુટ્રિશિયન કીટ આપવામાં આવે છે.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં વર્ષ 2024 માં 45 ગ્રામ પંચાયતમાંથી 14 ગ્રામ પંચાયત ધારા ધોરણ મુજબ વેરિફિકેશન થયા બાદ ટીબી મુક્ત જાહેર થયેલ .આ જાહેર થયેલ ટીબી મુક્ત પંચાયતના સરપંચ શ્રી ને આ કાર્યક્રમમાં આમંત્રિત કરી તેઓને સરકારશ્રી દ્વારા નિર્ધારિત થયેલ ગાંધીજીની પ્રતિમા તથા પ્રમાણપત્ર આપેલ. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી ચાર્મિબેન ભાવિનભાઈ સેજપાલ તેમજ લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સૃષ્ટિબેન ભોરણીયા , તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેશભાઈ કે. પટેલ , ટીબી સુપરવાઇઝર પ્રતીક દેવમુરારી ઉપસ્થિત રહેલ હતા.
આ કાર્યક્રમ નું સંચાલન તાલુકા હેલ્થ ઓફિસના સ્ટાફ વર્ષાબેન ગોસ્વામી , લક્ષ્મણભાઈ ચાવડા , અક્ષય ગોસ્વામી તેમજ કાજલબેન મહેતા એ કરેલ હતું.

Related posts

*HELLO MORBI:સર્વ મંગલમ વિદ્યાલય ડીસા ખાતે યોજાયો ધ્વજવંદન કાર્યક્રમ*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડાની આપદામાં ૧૮૧ અભયમ ટીમની સરાયનીય કામગીરી*

editor

Leave a Comment