• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ગાયત્રી ઉપાસનાના માધ્યમથી આધ્યાત્મિક તેમજ પ્રેરણાદાયી જીંદગી જીવતાં રાજકોટનાં જાણીતાં કથાકાર પ્રફુલ્લાબેન ઠક્કર*

ગાયત્રી ઉપાસનાના માધ્યમથી આધ્યાત્મિક તેમજ પ્રેરણાદાયી જીંદગી જીવતાં રાજકોટનાં જાણીતાં કથાકાર પ્રફુલ્લાબેન ઠક્કર
હળાહળ કળિયુગમાં પણ જગતપિતા પરમકૃપાળુ પરમાત્માએ આ પૃથ્વી ઉપર એવા અનેક માણસોને મોકલ્યા છે કે જેઓ નિસ્વાર્થભાવે પરોપકારી સત્કાર્યો કરી રહેલ છે.સતા, સંપત્તિ, ભૌતિક વ્યવસ્થા પાછળ પડેલા માણસોથી સાવ અલગ જ તરી આવે એવા કેટલાક માણસોને લીધે જ આકાશ થાંભલાઓ વિના પણ ટકી રહ્યું છે.પતિ-પત્નીના વિચારો કોઈ એક સારા કાર્ય માટે એક જ દિશામાં સમાંતર રીતે ચાલે એ પરમાત્માની ખૂબ જ મોટી કૃપા કહેવાય.પિતા રસિકલાલ જગજીવનદાસ ઠક્કર/પોપટ અને માતા ચંપાબેનના પરિવારમાં તારીખ 1-5-1975 ના રોજ ઝેકડા ખાતે જન્મેલાં પ્રફુલ્લાબેન ઠક્કરે ધોરણ 10 સુધીનો અભ્યાસ બંધવડ ખાતે કર્યો હતો.તેમના પિતાજી બંધવડમાં શિક્ષક હતા.ધોરણ 11નો અભ્યાસ રાધનપુર અને ધોરણ 12 નો અભ્યાસ પાલનપુર ખાતે કરી તેમણે 1997 માં ઉંઝા ખાતેથી અંગ્રેજી વિષય સાથે બી.એ.પૂર્ણ કર્યું.તારીખ 22-1-1999 ના રોજ હારિજના ગાયત્રી પરિજન વસંતભાઈ ઠક્કર સાથે તેમનાં લગ્ન થયાં.આનંદ અને આશ્ર્ચર્યની વાત એ છે કે બેઉ જણનાં લગ્ન થયાં તે પહેલાં અંદાજે પાંચેક વર્ષથી બેઉ જણ ગાયત્રી પરિવારમાં સાથે કામ કરતાં હતાં.પરમપિતા પરમાત્મા અને પૂજ્ય ગાયત્રી માતાજીની અસીમ કૃપા અને આશીર્વાદથી લગ્ન પછી પણ બેઉ જણ ગાયત્રી પરિવારમાં સતત સક્રિય અને સમર્પિત છે.બેઉ જણના સારા કાર્ય માટે એક જ દિશામાં સમાંતર રીતે વિચારો ચાલી રહ્યા છે.
વસંતભાઈ આત્મારામભાઈ ઠક્કર/સહાયતાને હારિજમાં મેડિકલ સ્ટોર હતો.2004 માં તેઓ હારિજથી નડિયાદ ગયા અને ત્યાં પણ મેડિકલ સ્ટોર જ હતો.2006 માં તેઓ રાજકોટ સ્થાયી થયા અને ઈમીટેશન જ્વેલરીના‌ વ્યવસાય સાથે જોડાયા.2010 થી તેઓ ઇડલી ઢોંસાના ખીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.તેમની એકમાત્ર દીકરી મૈત્રી ફીઝીયોથેરાપીસ્ટ છે.પૂજ્ય ગુરૂદેવશ્રીની અસીમ, અનરાધાર,અનંત કૃપા અને વિશેષ કરીને ડભોઈવાળાં ગાયત્રી પરિજન લક્ષ્મીબેન પટેલના આશીર્વાદ -માર્ગદર્શનથી પ્રફુલ્લાબેને કથા સ્વરૂપે હરિગુણ ગાવાની શુભ શરૂઆત કરી.2003 માં સૌપ્રથમવાર ગાયત્રી પરિવાર સમીના આમંત્રણથી ક્ષેત્રપાળદાદા મંદિર સમી ખાતે તેમણે ભાગવત કથા કરી.અત્યાર સુધીમાં તેઓ 80 જેટલી કથાઓ કરી ચૂક્યાં છે.ભાગવત,ગુરૂગીતા તેમજ પ્રજ્ઞાપુરાણ જેવા વિષયોને આવરી લઈને તેમની કથાઓ થતી હોય છે.ખૂબ જ સહજ,સરળ,સાલસ,સદગુણી,સમભાવી એવાં આદરણીય પ્રફુલ્લાબેન કથા નિમિત્તે કોઈપણ પ્રકારનો ચાર્જ લેતાં નથી.સંજોગોવશાત કથા અનુસંધાને કોઈ ખુશી ભેટ આપે તોપણ તેઓ સંપૂર્ણ રકમ ગાયત્રી પરિવારમાં અર્પણ કરી દે છે.
એક સનાતની તરીકે આપણા સૌના જીવનમાં ગાય, ગંગા અને ગાયત્રીનું આગવું મહત્ત્વ છે.પૂજ્ય પ્રફુલ્લાબેન ગૌમાતાની સેવાકાજે ભાગવતકથા કરે છે.વારંવાર હરિદ્વાર શાંતિકુંજ ખાતે જતાં હોય એટલે મા ગંગાનું અને ગાયત્રીમૈયાનું સાનિધ્ય પામે છે.ગાયત્રી પરિવારનું સંપૂર્ણ સમર્પિત ભાવથી કામ કરે છે એટલે મા ગાયત્રીના તેમના પરિવાર ઉપર અખૂટ આશીર્વાદ છે.દીવાળી આસપાસ તેમના પતિ વસંતભાઈ રોડ ઉપર બાઈક લઈને જતા હતા અને સાઈડની દીવાલ તેમના ઉપર પડતાં ભારે ઈજા થઈ હતી.મા ગાયત્રીની કૃપાથી અદભૂત બચાવ થયો.થોડો સમય સારવાર કરી આરામ લીધો.અત્યારે તો હરતાફરતા થઈ ગયા અને ગાયત્રીમાતાના કામે પણ લાગી ગયા.બેઉ જણને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવવા વસંતભાઈનો મોબાઈલ નંબર 9374243245 તેમજ પ્રફુલ્લાબેનનો મોબાઈલ નંબર 9737357658 છે.જોકે મોટાભાગે સતત ગાયત્રી પરિવારના કામમાં રોકાયેલ રહેતાં હોવાથી કદાચ ફોન વહેલામોડો ઉપડે તેવું પણ બની શકે.
અમદાવાદ, વિસનગર,માણસા, રાજકોટ,નવા, દિયોદર, રાધનપુર, જગન્નાથપુરી, ગાંધીનગર,નલીયા, ગાંધીધામ,થરા, ડભોઈ સહિત વિવિધ સ્થળોએ તેઓ કથા કરી ચૂક્યાં છે.કોઈપણ પ્રકારના દંભ,આડંબર,ભપકો કે ભારેખમ વ્યવસ્થાથી દૂર રહી કથા આયોજકોને સહેજ પણ તકલીફ ના પડે તેવું વિચારીને તેઓ કથા કરતાં હોય છે.ખૂબ જ ધાર્મિક, ગૌપ્રેમી, ધર્મપ્રેમી, ઉત્સાહી એવા ડીસા નગરમાં દિવ્ય-પવિત્ર શ્રાવણ માસમાં પૂજ્ય જલારામ બાપાના અપરંપાર આશીર્વાદથી જલારામ મંદિર ખાતે જ પ્રફુલ્લાબેનની ભાગવતકથા થાય તેવા વિચારથી તાજેતરમાં જ વીરપુર દર્શન કરી પરત ફરતાં રાજકોટ તેમના નિવાસસ્થાને મળવાનું થયું.ખૂબ જ સહજ રીતે તેમણે અમારા આમંત્રણનો સ્વિકાર કર્યો.પૂજય ગૌમાતાની રક્ષા તેમજ સેવાકાજે કથા કરવાની વાત થઈ તો તેમણે અનહદ રાજીપો વ્યક્ત કર્યો.ખૂબ જ જાણીતા રામભક્ત, જલારામ ભકત, ગૌભકત, સેવાભાવી એવા સદગત પ્રવિણભાઇ ભગત તેમના મામા થાય એ જાણીને વિશેષ આનંદ થયો.તેમના પતિદેવ વસંતભાઈ ખૂબ જ નિસ્વાર્થ, પોઝીટીવ,નિખાલસ અને સરળ સ્વભાવના હોવાથી તેમની સાથે પણ વાતચીત કરવાની મજા આવી.બેઉ જણ ગાયત્રી પરિવારમાં સંપૂર્ણ સમર્પિત છે.રાજકોટમાં તેમના રહેણાંક વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિરની સંપૂર્ણ જવાબદારી તેમણે સહર્ષ સ્વિકારી છે.હિમાલયના મુનશીયાળી વિસ્તારમાં તેમણે સાધના કરેલી છે.
વર્તમાન સમયમાં કથાઓ પાછળ લાખો-કરોડોનો ખર્ચ થાય છે ત્યારે ખૂબ જ સરળ સ્વભાવ ધરાવતાં પ્રફુલ્લાબેન ઠક્કરની ભાગવતકથાથી આપણો હેતુ સચવાય,શ્રાવણ માસમાં સૌને સારો સત્સંગ મળે, ગૌસેવા હેતુ બચત થાય એ તમામ બાબતોને ધ્યાને રાખીને શ્રી જય જલારામ ટ્રસ્ટ ડીસા અને શ્રી જલીયાણ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેટોડા શ્રી જલીયાણ ગૌમાતા હોસ્પિટલના લાભાર્થે ડીસાના સૌ જલારામ ભક્તોએ ભાગવતકથાનું સુંદર આયોજન કરેલ છે.
ખૂબ જ નાની ઉંમરથી જ સત્કાર્ય, સત્સંગ, સદવિચાર અને સેવા તરફ નિસ્વાર્થભાવે કાર્યરત કથાકાર એવાં પ્રફુલ્લાબેન ઠક્કર ભાગવતકથા હેતુ શ્રાવણ માસમાં ડીસા નગરમાં પધારી રહેલ છે ત્યારે હ્રદયના ખરા ઉમળકાથી તેમનું આગોતરૂ હાર્દિક સ્વાગત.તેમના ઉજ્જવળ આધ્યાત્મિક ભવિષ્ય માટે ખરા અંત:કરણથી શુભેચ્છાઓ….
‌‌. ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા -ગુજરાત
મોબાઈલ:9825638643

Related posts

*HELLO MORBI: મોરબીમાં વાંકાનેર તાલુકાના હસનપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન; સરકાર પહોંચી ઘર આંગણે*

editor

*HELLO MORBI: ટંકારા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI NEWS:મોરબી તાલુકા ના નવી પીપળીગામે સંદીપભાઇ કાલરીયા ના રહેણાંક મકાન ની પાછળ ખરાબા ની જગ્યા માં વાળેલ વરંડા માં ગે.કા રીતે ઘરેલુ વપરાશ ના ગેસ ના બાટલા માંથી કોર્મશીયલ ગેસ સીલીન્ડર માં રીફીલીંગ કરતા પકડી મુદ્દામાલ કબ્જે કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment