
મોરબી તાલુકાના બીલીયા ગામે રહેણાક મકાનમાંથી જુગાર રમતા સાત ઇસમો ને ગણનાપાત્ર રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./ જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.કે.ચારેલ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. મહેન્દ્રસિંહ ભુપતસિંહ ચુડાસમા તથા ભગીરથભાઇ દાદુભાઇ લોખીલ નાઓને મળેલ બાતમી હક્કીત આધારે જુગાર ની રેઇડ કરતા મોરબી તાલુકાના બીલીયા ગામે ભરતભાઇ રૂગ્નાથભાઇ પટેલ ના રહેણાક મકાનમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા ફૂલ-૦૭ ઇસમોને રોકડ રૂ.૩,૩૮,૬૦૦/- તથા બે એન્ડ્રોઇડ મોબાઇલ કીરૂ ૧૦,૦૦૦/- એમ ફૂલ ૩,૪૮,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ એ.પી.જાડેજા નાઓ ચલાવી રહેલ છે.
આરોપી :-
1) ભરતભાઇ રૂગ્નાથભાઇ પટેલ રહે. બીલીયા તા-જી મોરબી
2) મનસુખભાઇ હરખાભાઇ પટેલ રહે. રવાપર રોડ દપર્ણ સોસાયટી ફલેટ નંબર ૩૦૨ તા-જી મોરબી
3) પુનીતભાઇ માવજીભાઇ પટેલ રહે. કન્યા છાત્રાલય રોડ રૂષીકેશ એપાર્ટમેન્ટ ફલેટ ૧૦૧ મોરબી
4) જયેશભાઈ કાનજીભાઇ પટેલ રહે. પંચાસર રોડ પ્રમુખ સ્વામી સોસાયટી મોરબી
5) કૌશીકભાઇ દેવજીભાઇ રહે.બીલીયા તા-જી મોરબી
6) કપીલભાઇ પ્રહલાદભાઇ પટેલ રહે.બીલીયા તા-જી મોરબી
7) જયેશભાઇ વનજીભાઇ પટેલ રહે.વાવડી તા-જી મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૩,૩૮,૬૦૦/- તથા બે મોબાઇલ કીરૂ ૧૦,૦૦૦/- એમ ફૂલ ૩,૪૮,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.> કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી એસ.કે.ચારેલ તથા એ.એસ.આઇ ભુપતસિંહ
પરમાર તથા પોલીસ હેડ કોન્સ.એ.પી.જાડેજા તથા મહાવીરસિંહ પરમાર તથા દેવશીભાઇ મોરી તથા પોલીસ કોન્સ ભગીરથભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા વિજયભાઇ ડાંગર તથા તેજાભાઇ ગળચર તથા અર્જુનસિંહ પરમાર તથા યશવંતસિંહ ઝાલા તથા હસમુખભાઇ વોરા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

