• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ડીસાના સેવાભાવી અગ્રણી ભગવાનભાઈ બંધુએ એમનો લગ્નદિવસ ટેટોડા ખાતે ગૌમાતાઓની સાક્ષીએ ઉજવ્યો*

ડીસાના સેવાભાવી અગ્રણી ભગવાનભાઈ બંધુએ એમનો લગ્નદિવસ ટેટોડા ખાતે ગૌમાતાઓની સાક્ષીએ ઉજવ્યો
સામાન્ય રીતે લગ્નદિવસની ઉજવણી હોટલોમાં, તીર્થધામમાં કે નાનામોટા પ્રવાસનું આયોજન કરીને થતી હોય છે.21 મે ડીસાના સેવાભાવી, સામાજિક તેમજ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ ભગવાનભાઈ બંધુ અને ચારૂબેન ઠક્કરનો લગ્નદિવસ હતો.
તેમણે બેઉએ ટેટોડા ગૌશાળા ખાતે જઈ બિમાર ગૌમાતાઓને ગોળ ખવરાવી ગૌમાતાઓના આશીર્વાદ લઈ લગ્ન દિવસની ઉજવણી કરી હતી.તેરવાડાના તેમના ખેતર વેચાણ અનુસંધાને સહકાર અને માર્ગદર્શન આપનાર તેમના ભાઈઓ અચરતભાઈ અને ભીખાભાઈ એમ બેઉના વજન બરાબર 150 કિલો તેમજ તેમના લગ્નદિવસ નિમિતે 150 કિલો એમ રૂપિયા 12000 નો 300 કિલો ગોળ ગૌમાતાઓ માટે ગૌશાળામાં અર્પણ કર્યો હતો.સૌએ સાથે ભોજનપ્રસાદ ગૌશાળામાં જ લઈ રાજીપો વ્યક્ત કર્યો હતો.
શ્રી રાજારામ ગૌધામ અને શ્રી જલીયાણ ગૌશાળા ટેટોડાના પૂજ્ય રામરતનજી બાપુ બહારગામ હોઈ ટેલિફોનીકલી આશીર્વાદ આપ્યા હતા.આ અવસરે ગૌભકતો – ગૌસેવકો સર્વ મફાજી માળી,આર.ડી.ઠકકર તેમજ ઈશ્વરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જીવનમાં સૌપ્રથમવાર ગૌમાતાઓની સાક્ષીએ લગ્નદિવસની ઉજવણી કરવાનો સુવિચાર આપવા બદલ બેઉએ પરમપિતા પરમાત્માનો ખરા અંત:કારણથી આભાર માન્યો હતો.

Related posts

*છેવાડાના નાગરિકોને આરોગ્ય સુવિધા મળી રહે* *તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે* *-રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા* *મોરબી તાલુકાના રંગપર ખાતે રૂપિયા ૮૫ લાખના ખર્ચે* *નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા ઉત્તરાયણ અને કોલ્ડવેવથી બચવા અંગે વી.સી. હાઈસ્કુલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ચેક બાઉન્સ કેસમાં આરોપીને નિર્દોષ ઠેરાવી છોટી મૂકવાનો હુકમ હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ*

editor

Leave a Comment