• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જોડિયા ખાતે કિસાન ક્રેડિટ કાર્ડ અને એન.એફ.ડી.પી. રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો*

*કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જોડિયા ખાતે કિસાન ક્રેડિટ કાર્ડ અને એન.એફ.ડી.પી. રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો*
*મંત્રીશ્રીના હસ્તે ૫૦ પગડીયા માછીમારોને લાયસન્સ આપવામાં આવ્યા*
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ માછીમારોને સાગરખેડૂનું બિરુદ આપી તેઓનો આર્થિક વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી : મંત્રીશ્રી*
જામનગર તા.૨૬ મે, જામનગર જીલ્લાના જોડિયા તાલુકામાં રાજ્યના કૃષિ,પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કિસાન ક્રેડીટકાર્ડ અને એન.એફ.ડી.પી. રજીસ્ટ્રેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મંત્રીશ્રીના હસ્તે ૫૦ જેટલા પગડિયા માછીમારોને લાયસન્સ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો દરિયા કિનારો લાંબો હોવાથી મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ગુજરાત આગળ છે. જામનગરનો દરિયાકિનારો ૧૭૦ કિમી લાંબો છે. જીલ્લાના ૬ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો પૈકીનું એક જોડિયા છે. અહી મોટાભાગે માછીમારી સાથે સંકળાયેલો સમુદાય છે. માછીમારોની ઓળખ ઉભી થાય તે માટે તેઓને આઈડી પ્રૂફ તરીકે એન.એફ.ડી.પી.(નેશનલ ફીશરીઝ ડીજીટલ પ્લેટફોર્મ) પૂરું પાડવામાં આવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ માછીમારોને સાગરખેડૂનું બિરુદ આપી તેઓનો આર્થિક વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્યના બંદરો, જેટી, માછીમારોના સ્થળોનો વિકસે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા “ક્લાઇમેન્ટ રેઝીલીએન્ટ કોસ્ટલ ફીશરમેન વીલેજીસ” (CRCFV) અંતર્ગત ગુજરાત રાજ્યના ૮ ફીશરમેન વીલેજ પસંદ કરવામાં આવેલ છે. જેમાં જામનગર જિલ્લાના બે બંદર જોડીયા અને સચાણા પસંદ કરવામાં આવેલ છે. જે અંતર્ગત પ્રતિ ગામ દીઠ ૨ કરોડ રૂપીયા કેન્દ્ર સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. જેમાં જોડીયા ખાતે આવેલ હયાત જેટીનુ સમારકામ, હાઇમાસ્ટ ટાવર, સોલર સ્ટ્રીટ લાઇટ, બંદર પર વર્કીંગ શેડ તથા માછીમારી બોટોમાં બેટરી ચાર્જીંગ માટે સોલર પ્લેટ જેવા કામ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, નેશનલ ફિશરીઝ ડિજીટલ પ્લેટફોર્મ (NFDP) ની શરૂઆત હાલમાં ચાલી રહેલી પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના (PM-MKSSY) હેઠળ કરવામાં આવી છે, જે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) ની પેટા યોજના છે. NFDP માં દરેક માછીમાર નોંધણી કરાવી શકશે અને આમાં નોંધણી કર્યા બાદ તે આ અંગેનુ પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકશે. નોંધણી કરનાર માછીમારોને સરકારની વિવિધ યોજના વગેરેની માહીતી પણ SMS મારફત મળશે. NFDP માં નોંધણી કરાવવા માટે https://nfdp.dof.gov.in/nfdp/#/ પર જવાનું રહેશે.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના સદસ્યશ્રી ધરમશીભાઈ ચનિયારા, અગ્રણીઓશ્રી જેઠાલાલભાઈ, શ્રી ભરતભાઈ દલસાણીયા, શ્રી પ્રવીણભાઈ મારવડીયા, શ્રી દામજીભાઈ ચનીયારા, શ્રી અકબરભાઈ પટેલમ શ્રી રસિકભાઈ ભંડેરી, શ્રી વલ્લભભાઈ કોઠી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તથા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી જે. પી. તોરણીયા દ્વારા પ્રાસંગિક પ્રવચન અને મત્સ્યોદ્યોગ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. લીડ બેન્કના મેનેજરશ્રી પટેલ દ્વારા કિસાન ક્રેડીટ કાર્ડ વિષે માહિતી આપવામાં આવી હતી તથા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષકશ્રી જે.બી.બારડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
રિપોર્ટર=શરદ એમ. રાવલ
ગામ=હડીયાણા

 

Related posts

*રાજય સરકારનો મહત્વનો નિર્ણય* *રાજયની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સીનિયર સીટીઝનોને અલાયદી સુવિધાઓ અપાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નાનારામપર સેવા સહકારી મંડળી ના હોદેદારોની સર્વાનુમતે વરણી*

editor

*HELLO MORBI: ધોરણ ૧૦ ના પરિણામમાં મોરબી જિલ્લાએ ૭૫.૪૩ ટકા સાથે રાજ્યમાં પોતાનો બીજો ક્રમાંક ધોરણજાળવી રાખ્યો*

editor

Leave a Comment