
પોલીસની સમય સૂચકતાથી અને સતર્કતાથી મોટી રકમની લૂંટ કરનાર આરોપીઓને મુદામાલ સાથે ગણતરીની મિનિટોમાં પકડી પાડતી મોરબી પોલીસ
(મોકડ્રીલ)
શ્રી અશોકકુમાર(IPS) પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષકશ્રી મોરબીનાઓએ મોરબી જીલ્લામાં બનતા મિલ્કત તથા શરીર સબંધીત ગુનાઓ બનતા અટકાવવા પોલીસનો તાત્કાલિક રિસ્પોન્સ અને જરૂરી સમય સૂચકતા વાપરી પોલીસની સતર્કતા દાખવવા મોકડ્રીલનું આયોજન કરવા સૂચના કરેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ કાર્યવાહિ માટે કટીબંધ રહેલ હોય,
જે અન્વયે આજરોજ મોરબી પોલીસ કંટ્રોલરૂમમાં એક ભોગબનનારે ફોન કરીને જણાવ્યું કે, મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે એક ક્રેટા ગાડીમાં અજાણ્યા માણસોએ ભોગબનનારને પિસ્તોલ બતાવી તેની પાસેથી ૪૬,૦૦,૦૦૦/- રૂપિયા ભરેલા થેલાની લૂંટ કરી ક્રેટા ગાડી લઈ હળવદ તરફ નાસી ગયેલ હોવાનું જણાવેલ. જે ફોન આધારે મોરબી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી રેડ એલર્ટની સ્કીમ મુજબ તમામ પોલીસ અધિકારી /કર્મચારીઓને પોતાના પોઇન્ટ ઉપર પહોંચી જવા જણાવતા તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓ સમય મર્યાદામાં પોતાના પોઇન્ટ ઉપર પહોંચી જઇ લૂંટ કરીને નાસી જનાર ક્રેટા કાર તથા આરોપીઓને પકડી પડવા આડશો ઉભી કરી નાકાબંધી કરી વાહન ચેકિંગ ચાલુ કરેલ. દરમિયાન લૂંટ કરી નાસી જનાર ગાડી મહેન્દ્રનગર તરફથી હળવદ તરફ ગયેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી. મોરબી નાઓ પોતાની ટીમ સાથે ક્રેટા ગાડીનો પીછો કરેલ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી હળવદના હોય એ કુતેહ પૂર્વક સમય સૂચકતા દાખવી રોડ ઉપર ટ્રાફિક જામ કરાવી વાહન ચેકિંગ હાથ ધરેલ. દરમ્યાન ઉપરોક્ત વર્ણન વાળી ગાડી આ ટ્રેપમાં આવી જતા આ ગાડીને રોકી ચેક કરી મુદામાલ કબજે કરી આરોપીઓને પકડવાની તજવીજ કરતા પોલીસ અધિક્ષક શ્રી મોરબી દ્વારા મોરબી જિલ્લા પોલીસની સર્તકતા તપાસવા માટે રેડ એલર્ટની મોકડ્રીલ કરેલ હોવાનું જાણવા મળતા મોરબી પોલીસે હાસકારો અનુભવ્યો.

