• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

જાપાનની અનોખી હોટલ, અહીં ડાયનાસોર કરે છે મહેમાનોનું સ્વાગત

હોટલના રિસેપ્સન પર ડાયનાસોરને બેસેલા જોઈને ઘણા ગ્રાહકો ચોંકી જાય છે!

ટોક્યોઃ ફિલ્મોમાં તો તમે અનેકવાર ડાયનાસોર જોયા હશે, પરંતુ ક્યારેય હકિકતમાં ડાયનાસોર જોયા નહીં હોય. માનવામાં આવે છે કે હજારો વર્ષ પહેલા ડાયનાસોર લુપ્ત થઈ ગયા હતા.જો આપને ક્યાંય ડાયનાસોર જોવા મળે તો તે કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. આવો જ નજારો જોવા મળે છે જાપાનની એક હોટલમાં જ્યાં માણસોને બદલે મહેમાનોનું સ્વાગત ડાયનાસોર કરે છે. હેન ના (Henn na) ચેની આ હોટલ દુનિયામાં અદ્ભૂત હોટલમાં સામેલ છે. હોટલનો દાવો છે કે તે દુનિયાની પહેલી હોટલ ચેઇન છે જેણે હોટલના સ્ટાફમાં રોબોટને સામેલ કર્યા છે.

જાપાનની રાજધાની ટોક્યોમાં બનેલી આ હોટલમાં ગેસ્ટ જ્યાં સુધી રિસેપ્શન સુધી જઈને જાતે કંઈ પૂછતા નથી, ત્યાં સુધી ડાયનાસોર ચૂપ રહે છે. મૂળે હોટલમાં આવનારા ગ્રાહકો માટે રિસેપ્સન પર મૂકવામાં આવેલા સેન્સરથી તેની ગતિ જાણી શકાય છે અને બોલે છે સ્વાગત છે.

ન્યૂઝ એજન્સી એએફપી મુજબ, હોટલ રિસેપ્સન પર ઉપસ્થિત રોબો-ડાયનાસોરની જોડી ફિલ્મ જુરાસિક પાર્કના ડાયનાસોર જેવા દેખાય છે. આ રોબો-ડાયનાસોર એક ટેબ્લેટ સિસ્ટમથી ગેસ્ટટ ચેક-ઇન કરાવે છે. ટેબ્લેટ સિસ્ટમ દ્વારા ગેસ્ટને તેની અનુકૂળતા મુજબ ભાષા પસંદ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવે છે. ટેબ્લેટ સિસ્ટમની મદદથી રોબોટ લોકોને જાપાની, અંગ્રેજી, ચીની કે કોરિયન તથા અન્ય અનેક ભાષાઓમાં વાતચીત કરે છે.

હોટલ હેન ના હોટલ માઇહામા ટોક્યો વેના મેનેજર યુકિયો નાગાઇએ જણાવ્યું કે, કેટલાક લોકોને આ કોઈ રહસ્યમય નજારા જેવું લાગે છે. અનેકવાર જ્યારે કોઈ મહેમાન અહીં પહેલીવાર આવે છે તો રોબોટ ડાયનાસોરને જોઈને તેના મોઢામાંથી બૂમ નીકળજાય છે.

હોટલના મેનેજરે વધુમાં જણાવ્યું કે, અહીં પહેલીવાર આવતા અનેક ગ્રાહકોને એવું લાગે છે કે કોઈ હોટલમાં નહીં પરંતુ ભૂલથી કોઈ ડાયનાસોર હાઉસમાં આવી ગયા છીએ.

 

Related posts

*જોડીયા પંથક માં કેનાલ માંથી પાણી સંગ્રહ કરી તળાવ ભરવા ખેડૂતો દ્વારા મિટિંગ યોજાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ ખાતે મહેતા પરિવાર મુંબઈના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:મોરબી બાળરોગ ના નિષ્ણાંત તબિબ ડો.મનિષ સનારીયા ની આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સ માં Chair person તરીકે નિમણુંક.*

editor

Leave a Comment