• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADLatest-News

*હળવદ માં 20 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈને મોત વ્હાલું કર્યું*

કોરોનાવાયરસ અંતર્ગત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે ત્યારે કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન મા ઘણા બધા લોકોના ધંધા રોજગાર લોક થઈ ગયા હોય તેમ લોક ડાઉન ખુલ્યા બાદ પણ હજુ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન આત્મનિર્ભર લોકો રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આત્મહત્યાની ઘટના ઓ અખબારોના સમાચાર બની રહી છે જેમાં ગુજરાતના ઝાલાવાડ જિલ્લાના સુરેન્દ્રનગરમાંથી જુદા પડેલા હળવદ જે હાલ મોરબી જિલ્લામાં આવેલું છે તે હળવદ ગામ ખાતે 20 વર્ષના યુવાને આત્મહત્યા કરી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે

મૂળ એમપી ના હાલ હળવદ ના સુનિલ નગર વિસ્તારમાં રહેતા અને પાણીપુરી નો વ્યવસાય કરીને પરીવારનું ગુજરાન ચલાવતા ૨૦ વર્ષ નો યુવાન અરૂણ અતરશીગ પાલ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે સુનિલ નગર સોસાયટી ‌મા ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું બનાવ ની જાણ પરિવારજનો થતાં હળવદ સરકારી હોસ્પિટલે લાવવામાં આવે અને ફરજ પરના ડોક્ટરે અશ્વિનભાઈ આદ્રોજાએ યુવાને મૃત જાહેર કર્યો હતો બનાવ ની જાણ હળવદ પોલીસે ઘટનાસ્થળે સ્થળે અને સરકારી હોસ્પિટલ ખાતે દોડી વધુ તપાસ હાથ ધરી હતી જે અંગે વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે પરંતુ આત્મનિર્ભર થવાના બદલે આત્મહત્યાની ઘટના ગુજરાતમાં બનવા લાગી છે તે વિકાસલક્ષી સરકાર માટે લાલબત્તી સમાન રહી છે કોરોનાવાયરસ અંતર્ગત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત જેવા મેગાસિટીમાં રાત્રે અને વહેલી સવાર સુધી કરફ્યુ કરી નાખવામાં આવ્યું છે જેથી ધંધા-રોજગાર મંદીની ઝપટમાં વધુ આવે તે પહેલા વિકાસ લક્ષી સરકારે વિકાસની દિશામાં ગુજરાતની પ્રજાને કોરોના મુક્ત સાથે સાથે મોંઘવારી બેકારી મંદી થી પણ મુક્ત કરવું એ આજના સમયની લાગણી અને માગણી ઉઠવા પામી છે

Related posts

*HELLO MORBI:રાજકોટ: દુઃખદ અવસાન બેસણું: મીરાણી લોહાણા:*

editor

*HELLO MORBI:વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સતત ખડે પગે*

editor

*અફઘાનીસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એરલિફટ કરી એરફોર્સ જામનગર ખાતે પહોંચ્યું વિમાન* *ભારતીયોને વતન પરત લાવવાના મિશન પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સતત મોનીટરીંગ* *વતન પરત પહોંચેલા ભારતીયોની આંખમાં હર્ષાશ્રુનો વરસાદ*

Hello Morbi

Leave a Comment