• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

કોરોના વાયરસના ટેસ્ટની રૂપાણી સરકારની ગુજરાતીઓને મોટી ભેટ, નીતિન પટેલે કરી જાહેરાત

ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસ (Corona Virus)નો ખતરો વધી રહ્યો છે ત્યારે રૂપાણી સરકાર (Vijay Rupani Government) દ્વારા એક સરાહનીય પગલુ લેવાયું છે. રાજ્ય સરકારે RT-PCR  ટેસ્ટનો ભાવ ઘટાડી દીધો છે. કોર કમિટીમાં મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. આરોગ્ય મંત્રી (Health Minister) અને ઉપમુખ્યમંત્રી (DyCM) નીતિન પટેલે (Nitin Patel) આ અંગે જાહેરાત કરી હતી. આ ભાવ ઘટાડો આજથી જ અમલી બનશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી (Gujarat DyCM) અને આરોગ્ય મંત્રી  (Gujarat Health Minister) નીતિન પટેલે રાજ્યમાં RT-PCT ટેસ્ટના ચાર્જને લઇ મોટી જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની જાહેરાત બાદ હવેથી કોરોનાના ટેસ્ટ માટે લેબોરેટરી (Laboratory) માં RT-PCR ટેસ્ટના 800 રૂપિયા ચાર્જ લેવાશે. આજથી નવા ચાર્જ અમલી બનશે. કીટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે ઘરે જઇને ટેસ્ટ કરવા માટે રૂ,1100 ચાર્જ રહેશે. આ પહેલા રાજ્યમાં ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500-2000 રૂપિયા થતો હતો.

ગુજરાતમાં અત્યાર સુધી કોરોના માટે કરવામાં આવતા RT-PCT ટેસ્ટ માટે જનતા પાસેથી લગભગ 1500 થી 2000 રૂપિયા ખંખેરવામાં આવતા હતાં. પરંતુ રૂપાણી સરકારે આ ભાવ ઘટાડીને 800 રૂપિયા એટલે કે લગભગ અડધાથી પણ ઓછા કરી દેતા લોકોને ભારે રાહત થશે.

અગાઉ 23 જૂનના રોજ ICMRએ કોવિડ-19ની નવી ગાઇડલાઇન્સ બહાર પાડી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે એક એન્ટિજન ટેસ્ટમાં પોઝિટવ આવેલી વ્યક્તિને ખરેખર ચેપગ્રસ્ત માનવી જોઈએ, પરંતુ કોઈ વ્યક્તિમાં જો લક્ષણો દેખાઈ રહ્યાં હોય અને રિઝલ્ટ નેગેટિવ હોય તો તેનો PCR ટેસ્ટ કન્ફર્મ કરવો જોઈએ.

ICMRના જણાવ્યાનુસાર, સંપૂર્ણ પબ્લિક હેલ્થ મશીનરી કોવિડ-19 દર્દીઓનો ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ કરવામાં લાગેલી છે. આવી સ્થિતિમાં SARS-COV-2 પ્રારંભિક સમયમાં જાણવા માટે એન્ટિજન આધારિત એસેજને પોઇન્ટ ઓફ કેર ટેસ્ટ તરીકે ટેસ્ટ કરવો બહુ જરૂરી છે. ICMRના જણાવ્યાનુસાર, SARS-COV-2 શોધવા માટે રિયલ ટાઇમ રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન પોલિમરેજ ચેન રિએક્શન (RT-PCR) ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે.

આ ટેસ્ટ કેટલો જરૂરી?

પીસીઆર ટેસ્ટની મદદથી ખબર પડે છે કે, દર્દી કે તેના કોન્ટેક્ટમાં આવેલા લોકો સંક્રમિત છે કે કેમ. તેમને કયા પ્રકારના ક્વોરન્ટીનમાં રાખવામાં આવે. શું વ્યક્તિને બે અઠવાડિયાં સુધી ઘરમાં રહેવાની જરૂર છે? શું આ દરમિયાન તે ઘરના અન્ય વ્યક્તિને મળી શકે છે કે પૂરી રીતે આઈસોલેટ રહેવાનું છે? ELISAs ટેસ્ટ એપેડેમિયોલોજિસ્ટ માટે જરૂરી છે. આની મદદથી તેઓ અંદાજો લગાવે છે કે, કેટલા એવા લોકો છે જે સંક્રમિત થઇ ગયા છે પરંતુ તેની ખબર નથી અને કેટલી હર્ડ ઈમ્યુનિટી મળી શકે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાત્રે લાઈટની આંખમિચોલીથી બોનીપાર્કના રહેવાસીઓ પરેશાન: 𝐏𝐆𝐕𝐂𝐋 સામે ઉઠ્યો જવાબદારીનો સવાલ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 𝟏𝟖𝟏 અભયમ ટીમ*

editor

*HELLO MORBI:શાબાશ મોરબી ક્રાઈમ બ્રાન્ચ:થર્ટી ફર્સ્ટ ની ઉજવણી થાયતે પહેલાં જ પંજાબ થી મુન્દ્રા (કરછ) ચોખા ભરેલા ટ્રકની આડ માં છુપાવી ને લઈજવાતો રૂ.૩૩.૧૩ લાખનો દારૂ માળિયા નજીક આંતરી ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

Leave a Comment