• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟑𝟖𝟏 મા ગુરૂવારે ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

381 મા ગુરૂવારે ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ
છેલ્લા આઠ વર્ષથી ડીસા નગરમાં નિયમિત રીતે દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના 151 જેટલા સંપૂર્ણ સમર્પિત જલારામ ભકતોનો આ સત્કાર્ય માટે અભૂતપૂર્વ સહકાર છે.
‌. 381 મા ગુરૂવારે દિનેશભાઇ હરિભાઈ પંચાલ પરિવાર દ્વારા પૂજ્ય જલારામ બાપાનાં ભજન શાસ્ત્રીજી ગૌશાળા ડીસા ખાતે રાખવામાં આવેલ જેમાં ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે 2,40,000 બે લાખ ચાલીસ હજાર રૂપિયાની ગૌસેવા એકત્ર થઇ હતી.અત્યાર સુધી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 1,63,00,000 એક કરોડ ત્રેહઠ લાખ જેટલી ગૌસેવા ઘાસચારા પેટે 40 જેટલી ગૌશાળાઓમાં આપવામાં આવી છે.ભજનના યજમાન પરિવાર દિનેશભાઇ હરિભાઈ પંચાલના પરિવારજનોનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.ગાયક ભાઈઓ બહેનોએ ખૂબ જ મધુર ભજનો ગાતાં ભજનની રમઝટ જામી હતી.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.

Related posts

*HELLO MORBI: મોરબી વાવડીરોડ ની સોસાયટીમાં દારૂના ચાલુ કટિંગ પર મોરબીક્રાઇમબ્રાન્ચ ત્રાટકી, ૫:૯૫ લાખના દારૂ સાથે ૪ ની અટકાયત*

editor

*રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અન અધિકૃત વેચાણ તાત્કાલીક અસરથી બંધ કરાવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સ્પષ્ટ સૂચનાઓ*-

Hello Morbi

*ટંકારા ના પ્રસિદ્ધ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે તારીખ ૨૬-૧૦-૨૦૨૨ ના રોજ ઠાકોરજીને અનકુટ ધરાવાશે તો સેવકોને પ્રસાદ અને અન્નકૂટ દર્શન નો નો લાભ લેવા મહંત દ્વારા અનુરોધ કરાયો*

Hello Morbi

Leave a Comment