• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી: ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા નિશુલ્ક સર્વ નિદાન,સારવાર કેમ્પ યોજાયો*

મોરબી તા ૩ ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા ફ્રી સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું તા.૨૯/૦૬/૨૦૨૫ને રવિવાર ના રોજ આયોજન કરવામાં આવેલ આ કેમ્પમાં હોમીયોપેથીક, વોટર થેરાપી, પ્રાણીક હીલીંગ, એકયુપંચર દ્રારા દરેક રોગોની સારવાર ડો.નિલેશ ગામી તથા સાથે ડો.નિકુંજ ગોસ્વામી, અને શ્રી મહેન્દ્રભાઈ મે દ્રારા કરવામાં આવેલ તથા જરૂરીયાત મુજબની દવા પણ ફ્રી આપવામાં આવેલ. આશરે ૨૦૧ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ હતો. ડો. નિલેશ ગામી દ્વારા આ ૨૬ મો ફ્રી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવેલ. આ તકે ઈન્ડીયન લાયન્સ કલબના શ્રી ભાવેશભાઈ દોશીએ જણાવેલ કે ૨૬ વર્ષથી શ્રી નિલેશભાઈ દ્રારા અવિરત સેવા આપી ઈન્ડીયન લાયન્સ કલબને ખુબજ સહકાર આપેલ છે. તે આનંદ અને ગૌરવની વાત છે. તેમના મોટાભાઈ શ્રી હર્ષદભાઈ ગામી ઈન્ડીયન લાયન્સના પાયાના પથ્થર અને પુર્વ પ્રમુખ રહી ચુકયા છે અને હાલપણ સક્રિય સભ્ય છે. દરેક સેવાભાવી ડોકટર અને સ્ટાફનું કલબ દ્રારા બહુમાન કરવામાં આવેલ, અને આ કેમ્પને સફળ બનાવવા શ્રી હર્ષદભાઈ ગામી, ભાવેશભાઈ દોશી, ધીરુભાઈ સુરેલીયા, કિશોરભાઈ પલાણ, શશીભાઈ મહેતા, અલ્પાબેન કકકડ તથા શ્રી અજયભાઈ કકકડએ જાહેમત ઉઠાવી હાજર રહેલ હતા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: દર્શન સેતાને શુભેચ્છા પાઠવતા 𝐄𝐧𝐬𝐮𝐫𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 ભાવિક સર*

editor

*મોરબીના બાળકો શિવ રાજપરા અને વિયોમ કુંડારિયા એ શ્રી રામ જન્મભૂમિ તીર્થ યાત્રા ક્ષેત્રે નિધિ અર્પણ કરી*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા ના કટારીયા પરિવાર ની લાડકી દીકરી જીયા નો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment