• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જલારામ મંદિર ડીસા ખાતે પોલિયો રસીકરણ અભિયાનના કાર્યકર્તાઓનું કરવામાં આવેલ સન્માન*

પોલિયો નાબૂદીમાં સતત સફળતા મળતાં હવે વર્ષમાં એકવાર નાના બાળકોને પોલિયોની રસી આપવામાં આવે છે.તારીખ 31-1-2021 રવિવારે ડીસા જલારામ મંદિર ખાતે પણ સવારે 8=00 વાગ્યાથી સાંજના 5=30 વાગ્યા સુધી પોલિયો રસીકરણ કામગીરી ચાલુ રહી હતી જેમાં અંદાજે 200 જેટલાં બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવવામાં આવ્યાં હતાં.

ખૂબ જ ઉત્સાહ,ધગશ,ખંત અને સહકારપૂર્ણ વાતાવરણમાં આરોગ્યલક્ષી અને રાષ્ટ્રલક્ષી આ કામગીરી કરનાર ડીસા અર્બન હેલ્થ સેન્ટરની નર્સિંગ બહેનો હંસાબેન વાવડીયા,નીશાબેન બુમડીયા અને સોનાબેન ગમારનું જલારામ ટ્રસ્ટ તેમજ કલા સૃષ્ઠિ ફાઉન્ડેશન ટ્રસ્ટ ડીસા દ્રારા ગૌરવભેર સન્માન કરાયું હતું.નામદાર રાષ્ટ્રપતિ અને નામદાર રાજ્યપાલ દ્રારા શ્રેષ્ઠ શિક્ષકનો ગૌરવશાળી એવોર્ડ પ્રાપ્ત કરનાર બનાસરત્નો કનુભાઈ આચાર્ય અને ચંદુભાઈ એટીડી(બેટી બચાવો અભિયાન પ્રણેતા) દ્રારા નર્સિંગ બહેનોનું ફૂલછડી અને બોલપેનથી સન્માન કરાયું હતું.ડીસા જલારામ મંદિરનાં પૂર્ણકાલીન સમર્પિત કાર્યકર્તા શારદાબેન આચાર્યે નર્સિંગ બહેનોને “મેરા ભારત મહાન” પીન પહેરાવી સન્માન કરી પ્રોત્સાહિત કરી હતી.આ દિવ્ય અવસરે સામાજીક કાર્યકરો ભગવાનભાઈ બંધુ,જગદીશભાઈ વાઘેલા તેમજ જલારામ મંદિરના સેવક ભાઈલાલભાઈ ઠકકર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*પૂજ્ય દરિયાલાલ જયંતિ નિમિતે ડીસા ખાતે રઘુવંશી દેશી લોહાણા મહાજન દ્રારા યોજાયો નાત જમણવાર*

Hello Morbi

*મોરબીમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પુલ દુર્ઘટના અંગે રિવ્યૂ બેઠક યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI:મહેસાણા લોહાણા સમાજનું ગૌરવ વધારતા ડો.કેતુલકુમાર ઠકકર*

editor

Leave a Comment