• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના પત્રકાર રફીક અજમેરી નાં ભાણેજ સરબાજ અજમેરી એ રમઝાન માસના તમામ ૩૦ રોઝા પુર્ણ કરતાં અભિનંદન શુભેચ્છાઓની વરસાહ*

મોરબીના પત્રકાર રફીક અજમેરી નાં ભાણેજ સરબાજ અજમેરી એ રમઝાન માસના તમામ ૩૦ રોઝા પુર્ણ કરતાં અભિનંદન શુભેચ્છાઓની વરસાહ

ઇસ્લામ ધર્મનો સૌથી પવિત્ર માનવામાં આવતો રમજાન માસમાં દુનિયાભરમાં ઇસ્લામ ધર્મને માનનારા મુસ્લિમ સમાજના લોકો રમજાન માસમાં રોજા નમાજ અને કુરાન શરીફ ની તિલાવત કરીને ખુદાને ખુશ કરવા માટે અલ્લાહ તાલ્લાહની ઈબાદત અને બંદગી કરે છે વહેલી સવારે રોજા રાખી સતત 13 થી 14 કલાક ભૂખ અને પ્યાસ વેઠીને સાંજે ઇફતાર કરી રોજેદાર રોઝા પુર્ણ કરી રોઝુ ખોલતાં હોય છે ત્યારે આ રમજાન માસમાં નાના નાના ભૂલકાઓ પણ રોજા રાખી ખુદાની ઈબાદત અને બંદગી કરવામાં બાકાત રહીયા નથી અને આકરી કાળઝાળ ગરમી હોવા છતાં પણ નાના નાના ભૂલકાઓ અને બાળકોમાં હિંમત અને અડગ નિશ્ચયમાં કોઈ ઘટાડો આવ્યો નથી ત્યારે મોરબીના અજમેરી સમાજના ઉપપ્રમુખ અને પત્રકાર રફીક અજમેરી નાં મોટા બહેન રજીયાબેન નાં સહેજાદા સરબાજ અજમેરીએ નાની ઉંમરે મોટી ઈબાદત કરી છે સરબાજ એ રમજાન માસના 30 રોજા પૂર્ણ કરીને અનોખો સાહસ અને શ્રદ્ધા દર્શાવી છે રમજાન માસના તમામ 30 રોજા પૂર્ણ કરીને સરબાજ અજમેરીએ અલ્લાહની બંદગી અને ઈબાદત નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ધર્મ પ્રત્યેની પોતાની લાગણી અને શ્રદ્ધાની અજમેરી સમાજમાં પણ પ્રશંસા થઈ રહી છે નાની ઉંમરે આ પ્રકારનું ધાર્મિક અનુસરણ અન્ય મોટા લોકો માટે પણ પ્રેરણારૂપ થયું છે ત્યારે પરિવારજનો તથા સગાંસંબંધીઓ એ સરબાજ અજમેરીને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆઓ કરી અજમેરી પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઇ હતી

Related posts

ઐતિહાસિક ધરોહર:રાણકદેવીના મહેલ પાસેથી પ્રાચીન માટીના વાસણોના અવશેષો મળ્યા, ઉપરકોટમાં ઉત્ખન્ન થાય તો ઘણા અવશેષો બહાર આવે તેવી શક્યતા

Hello Morbi

*વાંકાનેર ના ભાજપ યુવા આગેવાન અને સામાજિક કાર્યકર્તા સુખદેવ ડાભી નો આજે જન્મદિવસ*

Hello Morbi

*HELLO MORBI: જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ*

editor

Leave a Comment