• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈ ચાર શહેરોમાં રાત્રિ કરફ્યૂને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આગામી આદેશ સુધી ચાર શહેરો એટલે કે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત માં રાત્રિ કર્ફ્યુ હાલની જેમ જ યથાવત્ રહેશે.

ચારેય શહેરોમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રહેશે. ભારત બંધના પગલે 8 ડિસેમ્બરે રાજ્યભરમાં કલમ 144 લાગુ રહેશે. કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે રાજ્યમાં રહેશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત.

રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ વધતા ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. 7 ડિસેમ્બરે રાત્રિ કર્ફ્યૂનો છેલ્લો દિવસ હતો. જો કે 15 દિવસના આ રાત્રિ કર્ફ્યૂ છતાં રાજ્યમાં કોરોનાના કેસો કાબૂમાં આવ્યા નથી અને દરરોજ  1400ની આસપાસ કેસ સામે આવી રહ્યા છે.

Related posts

*વિશ્ર્વ લોહાણા મહા પરિષદ ઉતર ગુજરાત ઝોન યુવા સમિતિના હોદેદારોની થયેલ નિમણૂંક*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે આવતીકાલ થી ઉતરાયણ સુધી દરરોજ સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ થશે.*

Hello Morbi

*વિરપુર ખાતે રવિવારે 47 દિકરી ઓનું કન્યાદાન કરતા શફા મહેલા વિકાસ મંડળ સંસ્થા ના પ્રમુખ સૈયદ બિલ્કીસબીબી અબ્બાસી*

Hello Morbi

Leave a Comment