• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

કેન્દ્રીય રેલવે વિભાગે 1.4 લાખ જગ્યાઓ માટે પરીક્ષાની તારીખો કરી જાહેર, જાણો સંપૂર્ણ વિગતો

રેલવેએ 1.4 લાખ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા માટે 3 નોટિફિકેશન જાહેર કર્યા છે. જેમાં આઈસોલેટેડ અને મિનિસ્ટ્રીરિયલ કેટેગરી, નોન ટેક્નિકલ પોપ્યૂલર કેટેગરી એટલે એનટીપીસી કેટેગરી અને લેવલ-1 કેટેગરીના પદ સામેલ છે.

રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવે જણાવ્યું કે તમામ 1.4 લાખ પદ માટે 2.44 કરોડ ઉમેદવારો રજીસ્ટર્ડ થયા છે. આ તમામ પરીક્ષાઓ કોમ્પ્યૂટર આધારિત હશે.

સ્ટેનો, શિક્ષક, ટ્રાન્સલેટરની પરીક્ષા 18 ડિસેમ્બરથી

આઈસોલેટે એન્ડ મિનિસ્ટીરિયલ કેટેગરી અંતર્ગત આવનારી સ્ટેનો, શિક્ષક, ટ્રાન્સલેટર અન્ય પદોની પરીક્ષાઓ 15 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર વચ્ચે યોજાશે. સ્ટેન, શિક્ષક, ટ્રાન્સલેટરની પરીક્ષામાં કુલ 1633 જગ્યાઓ છે જેમાં 1.03 લાખ ઉમેદવારોએ આવેદન કર્યું છે.

ટ્રૈક મેન્ટેનર અને પોઈન્ટ મેનની પરીક્ષા

લેવલ-1 કેટેગરી અંતર્ગત આવનારી ટ્રેક મેન્ટેન્ર, પોઈન્ટ મેન અને અન્ય જગ્યાની પરીક્ષા વર્ષ 2021ના એપ્રિલ મહિનાથી શરૂ થશે. જેની તારીખોની જાહેરાત હાલ નથી કરવામાં આવી. આ કેટેગરીમાં 103769 જગ્યા છે જેમાં 1.15 કરોડ પરીક્ષાર્થીઓએ આવેદન કર્યું છે. રેલવેએ તમામ ઉમેદવારોને એક લિંક મોકલી છે જેમાં તેઓ પોતાની એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકે છે. પરીક્ષાનું શહેર, તારીખ અને એસસી, એસટી ઉમેદવાર માટે ટ્રાવેલ ઓથોરિટી લેટર ડાઉનલોડ કરવાની લિંક પણ રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની વેબસાઈટ પર છે. આજથી ઈ-કોલ લેટર પણ આરઆરબીની વેબ સાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

15 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર 2020 વચ્ચે યોજાનારી પરીક્ષા

90 મિનિટની પરીક્ષામાં 100 પ્રશ્ન હશે. જ્યારે આધિકારીક પીડબ્લ્યૂડી ઉમેદવારને 120 મિનિટ મળશે. કોવિડ પ્રોટોકોલના કારણે પ્રથમ શિફ્ટમાં સવારે 9 વાગ્યાથી પરીક્ષા કેંદ્ર પર પહોંચવાનુ રહેશે પરીક્ષા 10:30 શરૂ થશે. બીજી શીફ્ટમાં બપોરે 1:30 વાગ્યે કેંદ્ર પર પહોંચવું પડશે, જ્યારે પરીક્ષા 3 વાગ્યા શરૂ થશે.

Related posts

*મોરબી વન વિભાગ તેમજ ચેર રેન્જ મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય મેગરુ દિવસ 2022 ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા તથા રાજકોટ શહેરના એમ કુલ-૦૪ ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*રાજ્ય કક્ષાના રમકડાં મેળામાં પણ ટંકારા તાલુકાના શિક્ષકોએ મેદાન માર્યું : બે શિક્ષકોની નેશનલ ટોય ફેર માટે પસંદગી*

Hello Morbi

Leave a Comment